• શનિવાર, 20 એપ્રિલ, 2024

પહેલી ચૂંટણીમાં કચ્છે બે સંસદ સભ્ય ચૂંટી મોકલ્યા

ભુજ, તા. 2 : દેશ આઝાદ થયો અને લોકશાહીને જીવંત રાખવા ચૂંટણીરૂપી મહાયજ્ઞનો પ્રારંભ થયો ત્યારથી કચ્છ પણ દેશની ખુદની સરકાર માટે મત આપી રહ્યું છે. લોકસભાની સૌપ્રથમ ચૂંટણી 1952માં થઇ ત્યારે કચ્છ `સી' વર્ગમાં કેન્દ્રશાસિત હતું. તે વખતે કચ્છની બે બેઠક કોંગ્રેસના ભવાનજી અરજણ ખીમજી અને ગુલાબશંકર ધોળકિયાએ કચ્છના સાંસદ તરીકે લોકસભામાં પ્રવેશ કર્યો હતો...1952માં ભવાનજીભાઇએ સ્વતંત્ર પક્ષના ઉમેદવાર અને રાષ્ટ્રીયકક્ષાના દિગ્ગજ અર્થશાત્રી પ્રો. કે. ટી. શાહને હરાવ્યા હતા. આજની પેઢી કચ્છના પ્રથમ હારેલા સપૂતને વિસરી ગઇ?છે. કારણ કે જે જીત્યા ભવાનજીભાઇ?પંડિત જવાહરલાલ નેહરુના વડપણ હેઠળના કોંગ્રેસ પક્ષમાંથી જીત્યા હતા અને કોંગ્રેસ તથા પંડિતજીનો સૂર્ય ત્યારે એવો તે ઝળહળતો હતો કે ભલભલા તેમાં ઝાંખા પડતા હતા. પ્રો. કે. ટી. શાહનું પણ એવું થયું. દેશના ટોચના અર્થશાત્રી રાજકારણનાં ગણિત ઉકેલી ના શક્યા... ભવાનજીભાઇના તાબા હેઠળની પશ્ચિમ બેઠકમાં માંડવી, મુંદરા, નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાનો સમાવેશ?હતો. પૂર્વ કચ્છ બેઠકમાં ભુજ, અંજાર, ભચાઉ, રાપર તાલુકાનો સમાવેશ?હતો. પૂર્વ કચ્છમાં ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયાએ પ્રેમજી રાઘવજી ઠક્કરને પરાજય આપ્યો હતો. ગુલાબશંકરભાઇ કચ્છમાં કોંગ્રેસના પિતામહ જેવા હતા... પ્રેમજી રાઘવજી પ્રખર વકીલ. તેઓ કોંગ્રેસમાં હતા, પરંતુ ટિકિટ? મળતાં સ્વતંત્ર તરીકે કોંગ્રેસ  સામે ઝંપલાવ્યું. વખતે પશ્ચિમ કચ્છમાં ત્રિપાંખિયો જંગ હતો. ખીમજી રાજારામ વેલાણી સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડયા હતા. ચૂંટણીમાં વડાપ્રધાન જવાહરલાલ નેહરુ જ્યુબિલી મેદાનમાં સભા સંબોધવા આવ્યા હતા. ગુલાબશંકરભાઇને 31625 અને પ્રેમજી રાઘવજી ઠક્કરને 17611 મત મળ્યા હતા. 1952 બાદ 1957માં પણ?ભવાનજી મહાગુજરાત જનતા પક્ષના પ્રાણલાલ શાહને પરાસ્ત કરીને સતત બીજી વખત સાંસદ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભવાનજીભાઇ?પછી ઠેઠ?1998માં ભારતીય જનતા પક્ષના પુષ્પદાન ગઢવી સતત બીજી વખત વિજયી થયા તે સિવાય વચ્ચે કોઇ?સાંસદ લાગલગાટ સાંસદ બની શક્યા હતા. 1952 અને 1957માં દેશભરમાં કોંગ્રેસનું મોજું હતું તે વખતે પક્ષ બે બળદની જોડી નિશાન પર ચૂંટણી લડતો હતો અને રાષ્ટ્રીય ચિહ્ન એટલું તો લોકપ્રિય હતું કે, લોકો કહેતા `બે બળદની જોડી કોઇ શકે તોડી...' 1952માં ભવાનજીભાઇને 29936 મતની અને 1957માં 25789 મતની સરસાઇ મળી હતી. 1962માં લોકસભાની ત્રીજી ચૂંટણી યોજાઇ જેમાં કચ્છના રા' પરિવારે પુન: સત્તા પ્રવેશ કર્યો હતો. રાજાશાહી બાદ લોકશાહીમાં પણ રાજવી રાજવી બન્યા હતા. તે વખતે સ્વતંત્ર પક્ષ વતી લડતા .કુ. હિંમતસિંહજીએ ભવાનજી અરજણને પડકાર્યા હતા. ચીન સામેની લડાઇના લીધે કોંગ્રેસનું સ્થાન કચ્છીઓનાં મનમાં થોડું ડગમગ્યું હતું અને રા'?બાવા ચૂંટણીમાં હતા તેથી રૈયત જોશભેર બહાર નીકળી અને તા. 28/2/62માં પરિણામ જાહેર થયું ત્યારે સ્વતંત્ર પક્ષના હિંમતસિંહજી 1,45,947 મતે સંસદમાં પ્રવેશ્યા. ભવાનજીભાઇને 84,189 મત મળ્યા હતા. ચૂંટણીએ કોંગ્રેસને વિચારમાં મૂકી દીધા હતા... આવી ઘણી ચર્ચા છે જે હવે આપણે વખતોવખત સ્થળેથી ચર્ચતા રહીશું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang