• શનિવાર, 20 એપ્રિલ, 2024

‘હું મારા પતિને સીધો કરવા માગતી હતી, મારી નાખવા નહીં...

(નૈરોબીમાં મૃતક જયેશની પત્ની જયાની કોર્ટમાં કબૂલાત : એ કાનની બુટ્ટી કોની ?) નૈરોબી ( કેન્યા ) તા. 23 : વેલેન્ટાઇન દિવસના સવારે જેની નિર્મમ હત્યા કરાઈ તે કેસમાં સનસનીખેજ વળાંક આવ્યો છે. હત્યામાં પત્નીની ભૂમિકા ખૂલતાં 'પતિ, પત્ની ઔર વો' તરફ તપાસ સરકી છે. બુધવારે મૃતકની પત્નીએ કોર્ટમાં કબૂલ્યું કે  ‘હું મારા પતિને સીધો કરવા માગતી હતી, મારી નાખવામાં નહીં...'નારાણપર પસાયતીના હતભાગી જયેશ કાનજી વેલજી હાલાઇની અંદાજે ૩૮ વર્ષીય પત્ની  જયાબેન જયેશકુમારની ધરપકડ કરવામાં આવ્યા બાદ એને કિબેરા લો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ 14 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયાની હક્કીકત સ્થાનીય પમાધ્યમોમાં પ્રસિદ્ધ થવા સાથે ચોવીસી સંલગ્ન દેશ વિદેશના વર્તુળોમાં પત્ની જ્યાના કૃત્ય સામે ફિટકાર વરસી હતી.  માધ્યમોમાં કેન્યા વસતા ભારતીયોના આર્થિક સુખ પાછળ કેવી પારિવારિક અસમતુલા અને અરસપરસના અવિશ્વાસનું કીચડ ખદબદે છે તે ચર્ચા જાગી છે. જયાની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. પતિની હત્યાના દિવસે તે પોલીસ કસ્ટડીમાં લેવાયેલા અન્ય ચાર શકમંદો માંથી એક સાથે વાતચીત કરી રહી હતી. એવું માનવામાં આવે છે કે પતિને શિસ્ત આપવા માટે જયાએ મિત્રની સેવાઓ લીધી હતી. તે જણાવે છે કે એને ઘરેલું સમસ્યાઓ હતી.વેલેન્ટાઈન ડે ના દિવસે માચાકોસ કાઉન્ટીના લુકેન્યામાં હત્યા પછી લાશને એસિડમાં ડૂબાડી અતિક્રૂર રીતે અંજામ અપાયો હતો. પતિ વિરુદ્ધ હત્યાના કાવતરામાં પત્નીએ ભાગ લીધો હોવાનું બહાર આવ્યા બાદ જયાબેન મેજિસ્ટ્રેટ ઈરેન કહુયા સમક્ષ હાજર થઈ હતી. ફરિયાદ પક્ષે તેણીને અટકાયતમાં રાખવા માટે 21 દિવસની વિનંતી કર્યા પછી કોર્ટે ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.  જયાએ તેના વકીલ ઈફરાન કાસમ મારફત ૨૧ દિવસના રિમાન્ડ સહિતના આરોપોનો વિરોધ કર્યો હતો, જેમાં કાસમે કોર્ટને ફરિયાદીને કસ્ટડીમાં રાખવા માટે માત્ર સાત દિવસનો સમય આપવા વિનંતી કરી હતી, અને દલીલ કરી હતી કે પોલીસ પાસે તેનો પાસપોર્ટ હોવાથી તે  ભારત ભાગી જવાની નથી. કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં રાખવા માટે 14 દિવસનો સમય આપ્યો હતો. જાણકારો કહે છે કે રિમાન્ડ દરમ્યાન વધુ ઈસમોના નામ ખુલ્લે એવી શક્યતા નકારી શકાય નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang