• શનિવાર, 27 જુલાઈ, 2024

કોડાયના સદ્ગૃહસ્થ દ્વારા એસ.ટી. બસમાં અનોખી સેવા

ભુજ, તા. 21 : સેવાના અનેક પ્રકાર હોય છે, કોઇ માનવસેવા, કોઇ પશુ-પક્ષીઓની સેવા કરતા હોય છે, તેવી રીતે માંડવી-ભુજ બસમાં રોજ અપડાઉન કરતા તાલુકાના કોડાય ગામના વતની સદગૃહસ્થ દ્વારા દરરોજ દરેક પ્રવાસીઓને પાણીની બોટલ આપી અનોખી સેવા કરવામાં આવી રહી છે. માંડવીથી બપોરે 12 વાગ્યે ભુજ આવવા નીકળતી બસમાં કોડાયથી ચડતા અને ભુજ અપડાઉન કરતા મહેશ જેષ્ટારામ ઠક્કર નામના સદગૃહસ્થ બસમાં બેઠેલા તમામ મુસાફરોને ઠંડા પાણીની બોટલ આપી અનોખી સેવા કરી રહ્યા છે. મહેશભાઇ પાણીની બોટલની સાથે સાથે એક ટિફિન ભરીને લાવે છે. માવજી તળાવડી પાસે રહેતા અસ્થિર મગજના વ્યક્તિને આપે છે. શ્રી ઠક્કર જણાવે છે કે હવે ઉનાળાની સિઝન આવી રહી છે, ત્યારે રૂટમાં આવતી તમામ બસમાં ઠંડા પાણીના માટલા મૂકવાની નેમ છે. સેવાકીય પ્રવૃતિ બદલ એસ.ટી.ના નિયામક યોગેશભાઇ પટેલ દ્વારા તેમનું સન્માન પણ કરાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang