• શનિવાર, 20 એપ્રિલ, 2024

ભચાઉમાં ધોરીમાર્ગ ઉપર વન્ય પ્રાણી લોમડી મૃત હાલતમાં મળી આવી

ભચાઉ, તા. 22 : ભચાઉ સામખિયાળી વચ્ચે આજે ધોરીમાર્ગ ઉપર મહામુલા વન્ય જંગલી પ્રાણી મૃત હાલતમાં મળી આવતા અરેરાટી પ્રસરી છે. પ્રાંત કચેરીથી નજીક સામખિયાળી તરફ જતા રસ્તા ઉપર  લોમડી મૃત હાલતમાં મળી આવ્યું હતું. અકસ્માતે વાહન અડફેટે  આવીને વન્ય પ્રાણી મૃત્યુ પામ્યું હોવાનું અનુમાન લગાવાઈ  રહ્યું છે. કચ્છમાં અવારનવાર વન્ય પ્રાણીઓ જંગલી બિલાડા, લોમડી, નોળિયા, નીલગાય, ઝરખ કે ઘોરખોદિયા જેવા પ્રાણીઓ મૃત હાલતમાં મળી આવતા હોવાના  બનાવ બનતા હોય છે. અનેક  પ્રજાતીઓ લુપ્ત થતી ગઈ છે જો જે હયાત છે તેવા વન્ય  પ્રાણીઓની રક્ષણની દિશામાં  કામગીરી નહી કરાય તો લોમડી પણ લુપ્ત થઈ જશે. બનાવના પગલે જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી હોવાનું ગાંધીધામના બાળરોગ  નિષ્ણાત ડો. રાજેશ માહેશ્વરીએ  જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang