• શનિવાર, 27 જુલાઈ, 2024

ગાંધીધામમાં સંગીતસંધ્યા વડે બોલીવૂડના દિગ્ગજોને અપાઈ શ્રદ્ધાંજલિ

ગાંધીધામ, તા. 12 : અહીંની હાર્મની મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દર વર્ષની જેમ વર્ષ પણ બાર મ્યુઝિકલ કોન્સર્ટ દ્વારા કોરોના કાળમાં અવસાન પામેલા બોલીવૂડના દિગ્ગજોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. બોલીવૂડના ગાયક કલાકાર લતા મંગેશકર, અભિનેતા ઋષિ કપૂર તથા બપ્પી લહેરી, સુશાંતાસિંહ રાજપૂત, એસ. પી. બાલાસુબ્રમણ્યમને વિદ્યાર્થીઓ દ્વારા કીબોર્ડ, ગિટાર વાદન તેમજ ગાયનથી અંજલિ અપાઈ હતી. સતત કલાક અવિરત ચાલેલા   કાર્યક્રમમાં ભગવાન રામના ભજનોનું ગાયન કરીને બારસોથી વધુ શ્રોતાગણોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શ્રીરામના નારાની ગુંજથી અયોધ્યા જેવું વાતાવરણ સર્જાયું હતું. ગાંધીધામ સંકુલના ત્રીસ જેટલા નામાંકીત તબીબોએ પણ સંગીતકળાથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.  કાર્યક્રમમાં ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ તેજસભાઈ શેઠ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશભાઈ પુંજ, માનવતા ગ્રુપના પ્રમુખ ગાવિંદભાઈ દનીચા તથા ગોપાલપુરીના ડીપીએ કર્મચારી ક્લબના સેક્રેટરી નીતિનભાઇ શાહ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પુરું પાડ્યું હતુ. આયોજનમાં હાર્મની મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક નિર્દેશક જયદીપ વૈદ્ય, ઝુબીન વૈદ્ય, હાર્મની ટીમના મનીષ ચંદે, વિજય આહિર અને અન્ય સદસ્યોએ સહયોગ આપ્યો હતો. સંચાલન શ્વેતા વૈદ્ય દ્વારા કરાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang