• મંગળવાર, 23 જુલાઈ, 2024

શિક્ષણ મંત્રીએ બાળકો-શિક્ષકો સાથે ચર્ચા કરી શિષ્યવૃત્તિ, સ્માર્ટ ક્લાસ અંગે પૂછ્યું

નેત્રા, તા. 12 : બાળકોમાં લોકતાંત્રિક પ્રક્રિયા અને કાર્ય પ્રણાલી વિશે માહિતી વિકસાવવાના હેતુથી વિધાનસભાની શૈક્ષણિક મુલાકાતે ગયેલા નખત્રાણા તા.ના નેત્રા ગામની પ્રાથમિક કુમાર ગ્રુપ શાળાનાં બાળકોએ વિધાનસભાની મુલાકાત લીધી હતી અને ડો. કુબેર ડિંડોર સાથે વાર્તાલાપ કર્યો હતો. અંગે પ્રાપ્ત વિગતોનુસાર શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું હતું. જે દરમિયાન બાળકો ગાંધીનગર વિધાનસભાની મુલાકાત લીધી હતી. હાલ અંદાજપત્ર સત્ર ચાલી રહ્યું છે. ત્યારે બાળકો વિધાનસભા ગૃહમાં બેસીને કાર્યવાહી નિહાળી હતી. ત્યાર બાદ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને રાજ્યના શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડિંડોર સાથે મુલાકાત કરી હતી. શિક્ષણ મંત્રીએ બાળકો સાથે ચર્ચા કરીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડયું હતું તેમજ બાળકોને શિષ્યવૃત્તિ મળે છે કે કેમ ? તેમજ તમારી શાળામાં સ્માર્ટ કલાસ અને કોમ્પ્યુટર છે કે નહીં અંગેની માહિતી પણ જાણી હતી. તકે રાજ્યના શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડિંડોર સાથે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને શાળાના આચાર્ય આર. કે. પરમાર તેમજ શિક્ષક લહેરીકાંત ગરવા, કોમલબેન પટેલ, રીનલબેન રાવલ જોડાયા હતા. બાળકો સાથેની મુલાકાતના ફોટા શિક્ષણ મંત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યા હતા, તેમ શાળાના આચાર્ય શ્રી પરમાર અને શિક્ષક શ્રી ગરવાએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang