• મંગળવાર, 23 જુલાઈ, 2024

ઝરપરા નજીક પશુઓને પીવાલાયક તળાવમાં કચરો ઠાલવીને પ્રદુષણ

મુન્દ્રા, તા. 12  : તાલુકાના ઝરપરાથી નવીનાળ તરફ જતા હાઇવે ઉપર વંઢા વાડી વિસ્તાર તથા હાઈવેની વચ્ચે આવેલા તળાવમાં કચરો ઠાલવીને પશુઓ માટે પીવાના ઉપયોગમાં લેવાતા તળાવને પૂરવામાં આવી રહ્યું છે હોવાની ફરિયાદ ઉઠી છે.  ઝરપરાના અગ્રણી અને કોંગ્રેસ પાર્ટી કિસાન મોરચોના જિલ્લા પ્રવક્તા રામ દેવદાસ કાનાણીએ તાલુકા તેમજ જિલ્લા વિકાસ અધિકારીને લખેલા પત્રમાં ગામલોકો વતી  રજૂઆત કરી હતી કે, ઝરપરાથી નવીનાળ તરફ જતાં હાઈ-વે ઉપર તથા ગામની નજીક તેમજ વંઢા વાડી વિસ્તાર જતાં રસ્તા પર ખુણામાં આવેલ જગ્યામાં એક ખાડો છે. જેમાં વરસાદી પાણીની આવક થાય છે. જે પાણીથી ભરાઈ ગયા બાદ તેનું પાણી નવીનાળ તરફ જતાં હાઈવેની દક્ષિણ બાજુ આવેલ તળાવમાં જાય છે. જેમાં કેટલાક લોકો તથા પંચાયત તરફથી ગામનો કચરો તથા ગંદકી ઠાલવી બાળવાની પ્રવૃત્તિ કરે છે. જે જોખમી છે અને તળાવનું પાણી પ્રદુષિત થવાનું પુરેપુરૂ જોખમ છે. પાણી બાજુમાં આવેલ ગૌશાળાનાં પશુઓ પીવે છે. જેથી પશુઓના સ્વાસ્થય માટે હાનીકારક છે તેમણે પત્રમાં ઉમેર્યું કે, તમામ જમીન ગૌચર જમીન છે. જેનો ઉપયોગ ગૌચર સિવાય કરી શકાય નહિ, તેમ છતાં ભંગ થાય છે. પંચાયતને  રજુઆત છતાં પ્રવૃત્તિ હજુ જારી છે. જેથી યોગ્ય પગલાં લેવાય. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang