• સોમવાર, 22 જુલાઈ, 2024

રાપરમાં ભાજપે યોજ્યું નમો નવમતદાતા સંમેલન

રાપર, તા. 12 : નવા મતદારોને પ્રોત્સાહન મળે અને મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે રાપર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા નમો નવમતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈટીઆઈ કેમ્પસમાં યોજવામાં આવેલાં સંમેલનમાં સાંસદ વિનોદ ચાવડા રાપરના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી કાર્યકરો અને નવા મતદારો એવા કોલેજના યુવા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપ્યું હતું. તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, ડોલરરાય ગોર, બળવંત ઠક્કર, તાલુકા તથા શહેર ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ શૈલેષ ચંદે, ભાવિન મીરાણી અને અન્ય કાર્યકર્તાઓએ આયોજન અને વ્યવસ્થા સંભાળી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang