• મંગળવાર, 23 જુલાઈ, 2024

લોકસભા ચૂંટણી પૂર્વે કચ્છ કોંગ્રેસમાં મોટું ગાબડું

ભુજ, તા. 11 : ચુંટણીના પડઘમ હવે નજીક સંભળાઈ રહ્યા છે ત્યારે  કચ્છ કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડયું છે. કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેતૃત્વ હેઠળ ભુજના ટાઉનહોલ ખાતે યોજાયેલ કાર્યકર્તા સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના 40થી વધુ આગેવાનોએ તેમના સેંકડો સમર્થક કાર્યકર્તાઓની સાથે કોંગ્રેસને અલવિદા કરીને પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજ5 સંગઠન પ્રભારી કશ્યપ શુકલા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજી વરચંદ, જિલ્લા પંચાયાત પ્રમુખ જનકાસિંહ જાડેજા તેમજ ધારાસભ્યોની ઉપસ્થિતીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ઉપરાંત આમ આદમી પાર્ટીના અગ્રણીઓ, ભુજ બાર એસોશીએસનના પ્રમુખ સહિતિના અન્ય હોદેદારો, નિવૃત અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રના નામાંકિત સામાજિક અગ્રણીઓ સહિત 53 આગેવાનો ભાજપમાં જોડાયા હતા. પ્રાસંગીક ઉદબોધન કરતા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, કોંગ્રેસની દિશા વિહોણી નેતાગીરીથી અનેક કાર્યકર્તાઓમાં ભારોભાર અસંતોષ પ્રવર્તે છે. પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે, વિશ્વફલક પર પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત એક વિરાટ શકિત બનીને ઉભરી રહ્યુંં છે ત્યારે ભારતની અનેરી ગરીમા અને ગૌરવ જોઈને કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે.  કોંગ્રેસની આવી બેરંગી નીતીથી વાજ આવેલા કચ્છ કોંગ્રેસના અનેક ધૂરંધરોએ કેસરીયા ખેસ ધારણ કર્યો છે. સંગઠન પ્રભારી કશ્યપ શુકલાએ કહ્યું કેકોંગ્રેસ ખતમ થઈ ચુકી છે અને આંતરિક યાદવાસ્થળીના પરિણામે ઘર ફૂટે ઘર જાય એવો માહોલ પ્રવર્તી રહ્યોઁ છે. પ્રખર કોંગ્રેસી આગેવાન અને ગાંધીધામ વિધાનસભા બેઠક લડેલ ઉમેદવાર કિશોર ગાંગજી પીંગોલ, કચ્છ જિલ્લા કોંગ્રેસ ઉપાધ્યક્ષો જશવંતભાઈ દેવજીભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસ પૂર્વ અનુ જાતિ આયોગની મિટીના પૂર્વ સભ્ય મહામંત્રી ધર્મેન્દ્રભાઈ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસ લઘુમતિ મોરચાના પૂર્વ મહામંત્રી અલીમામદ જત, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી કાંતિલાલ ઠકકર, ગુલામશા હાજી સમારશા, મંત્રી લક્ષ્મણાસિંહ જે. વાઘેલા, ગજુભા વાઘેલા, જિલ્લા કોંગ્રેસ પ્રવકતા વિક્રમ ઠાકર, મુંદરાના કોંગ્રેસી નગરસેવક અરાવિંદભાઈ સથવારા, તાલુકા પંચાયતના સદસ્ય રામજી ભીલ, ભચાઉ તાલુકા પંચાયત સભ્ય ધનસુખપુરી ગોસ્વામી, રાપર તાલુકા પંચાયત સદસ્ય ગણેશા ડાંગર, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોકાસિંહ ઝાલા, ભુજ બાર એસો.ના પ્રમુખ, સચિન ગોર, રાપર તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ બળદેવ પરમાર, મુંદરા તા.પં. પૂર્વ સદસ્ય રમેશ કુંવરીયા, અંજાર શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ દરજી, રાપર તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ બહાદુર પરમાર, જિલ્લા પંચાયાત પૂર્વ સદસ્ય જયવિરાસિંહ વાઘેલા, રીટાયર્ડ સીનીયર સર્વેયર વિનેશ સાધુ, રીટાયર્ડ .એસ.આઈ. વિશનજી કાપડી, હરિરામ કાપડી, જિલ્લા કોંગ્રેસ લઘુમતિ ઉપપ્રમુખ હનીફશા શેખ, રાપર તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ કરમશી પટેલ, અંજાર શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ જગદીશ દામેચા, અંજાર શહેર કોંગ્રેસ મંત્રી નિરવ વરૂ, જયભાઈ પરમાર, અંજાર .પા. પૂર્વ વિપક્ષી નેતા જીતુભા ચોટારા, અકબરશા શેખ, રાપર તાલુકા આમ આદમી પાર્ટી મહામંત્રી અખેરાજજી વાઘેલા ભુજના ત્રણ ટર્મના પૂર્વ નગરસેવક માલશી માતંગ, નેશનલ પીપલ્સ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ પરેશ શાહ, ભુજ બાર એસો. ના વરિષ્ઠ હોદેદારે સંતોષાસિંહ રાઠોડ, ચિરાગકુમાર ઠાકર, શિલ્પાબેન ગોર, જાગૃતિબા ચૌહાણ, અમિત ચંદે, રાપર તાલુકા કોંગ્રેસ મહામંત્રી ભરત મઢવી, ભચાઉ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ નગાભાઈ આહિર, ભચાઉ તાલુકા કોંગ્રેસ મંત્રી બાબુભાઈ ડાંગર, રાપર વિધાનસભા યુવા કોંગ્રેસ ઉપાધ્યક્ષ સિધ્ધરાજાસિંહ વાઘેલા, જિલ્લા કોંગ્રેસ લઘુમતિ મોરચા મહામંત્રી સુલેમાન રાઉમા, નખત્રાણા તાલુકા કોંગ્રેસ ઉપાધ્યક્ષ નરોતમ આહિર, જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ મોરચા પૂર્વ પ્રમુખ પ્રાણલાલ નામોરી, જિલ્લા કોંગ્રેસ સેવા દળના પૂર્વ પ્રમુખ રૂપમ વરૂ, ભુજ તાલુકા કોંગ્રેસના મહામંત્રી ખેતુભા શીવુભા જાડેજા, મંત્રી રામજી ભાનુશાલી, ગાંધીધામ શહેર કોંગ્રેસના વિપુલદાન ગઢવી, મુંદરા શહેર કોંગ્રેસના મુકેશભાઈ આર. ગોર સહિતના અગ્રણીઓ ભાજપમાં જોડાયા હતા. પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલ, વિરેન્દ્રાસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રધ્યુમનાસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપ શાહ, ધવલ આચાર્ય, નરેન્દ્ર પ્રજાપતિ, લોકસભા સંયોજક ઉપેન્દ્ર ઉપાધ્યાય, લોકસભા વિસ્તારક વૈભવ બોરીચા સહિત જિલ્લા ભાજપના હોદેદારો, મોરચા/સેલના મંડળના હોદેદારો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના હોદેદારો ઉપસ્થિત રહયા હતા. જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ભરત શાહ તેમજ જયંત માધાપરીયા અને રવિભાઈ ત્રવાડીએ જહેમત ઉઠાવ્યાનું મીડીયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. મુંદરા કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા તેની પ્રક્રિયામાં પૂર્વ પ્રમુખ અને પ્રકાશ ઠક્કર મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang