• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

જમીનનું પણ બનશે આધાર કાર્ડ : નવી સ્કીમ લોન્ચ

નવી દિલ્હી, તા. 11 : સરકારે તમામ જમીનનો રેકોર્ડ રાખવા માટે એક નવી સ્કીમની શરૂઆત કરી છે. ડિજીટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ (ડીઆઈએલઆરએમપી) હેઠળ ગ્રામ્યથી લઈને શહેર સુધીની જમીનોનો રેકોર્ડ રાખવામાં આવશે. જેના માટે ડીઆઈએલઆરએમપીના ત્રીજા તબક્કાની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. ડીઆઈએલઆરએમપી 3.0 સ્કીમ માટે 2026-31 દરમિયાન 565.5 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ સ્કીમનો હેતુ લેન્ડ રેકોર્ડ, રજિસ્ટ્રેશન અને સંબંધિત આંકડાઓને જીઆઈએસ બેઝ્ડ ડિજીટલ ફ્રેમવર્ક ઉપર લાવવાનો છે.  સ્કીમ લોન્ચ કરતા સમયે કેન્દ્રીય ગ્રામ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે, આ સ્કીમ વ્યક્તિગત રેકોર્ડના ડિજિટલાઈઝેશનથી આગળ વધીને એક યૂનિફાઈડ લેન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ તરફ લઈ જશે. આ યોજનાથી કિસાનોને સંસ્થાગત લોન સરળતાથી પ્રાપ્ત કરવામાં મદદ મળશે અને સરકારી કચેરીઓના વારંવાર ચક્કર કાપવાની જરૂરીયાત રહેશે નહી.  હકીકતમાં લેન્ડ સ્ટેક એક યુનિફાઈડ ડિજીટલ ફ્રેમવર્ક છે. જે જિયો રેફરેન્સ્ડ કેડસ્ટ્રલ મેપ, અધિકારનો રેકોર્ડ, સંપત્તિની નોંધણી અને સંબંધિત અદાલતી વિવાદ જેવી જમીન સંબંધિત વિવિધ જાણકારીઓને જીઆઈએસ આધારિત ડિજીટલ ઈન્ટરફેસના માધ્યમથી એકસાથે લાવશે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd