• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

24 કલાક ખુલ્લા રાખી શકાશે દુકાનો-રેસ્ટોરન્ટ

અમદાવાદ, તા. 11 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ-2026 બહુમતીથી પસાર કરવામાં આવતા, હવે ગુજરાતમાં મોલ, કાફે, રેસ્ટોરન્ટ વગેરેને 24#7 ખુલ્લા રાખી શકાશે. અત્યારે ઘણા લોકો 8 કલાક કે 10 કલાક ચાલુ રાખતા હોય છે, તે 24 કલાક વેપાર કરી શકશે તો 100 ટકા ફાયદો થશે. રાજ્યમાં ઉદ્યોગો અને વ્યવસાયો માટે કાયદાકીય પ્રક્રિયાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાના હેતુથી આ વિધેયક લાવવામાં આવ્યું છે. ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતે ગૃહમાં આ બિલ અંગેની વિગતો રજૂ કરી હતી. આ વિધેયક હેઠળ રાજ્યના 5 અલગ-અલગ કાયદાઓની 12 કલમોમાં સુધારા કરવામાં આવ્યા છે. ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ઉદ્યોગો અને વેપાર-ધંધાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને વિઝનરી નિર્ણય લીધો છે. વિધાનસભા ગૃહમાં ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ, 2026 પસાર કરવામાં આવ્યું છે. આ નવા કાયદાકીય સુધારા સાથે જ હવે રાજ્યમાં દુકાનો અને વ્યાપારી સંસ્થાઓને અઠવાડિયાના તમામ 7 દિવસ 24 કલાક (24X7) ચાલુ રાખવાની સત્તાવાર છૂટ મળી ગઈ છે. ઉદ્યોગ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, બિનજરૂરી કાયદાકીય જટિલતાઓ દૂર કરીને અને પરવાનગીની પ્રક્રિયામાં ભૌતિક સંપર્ક ઘટાડીને ટેકનોલોજી આધારિત શાસન પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સુધારાઓથી રાજ્યમાં રોકાણ અને રોજગારીની નવી તકો ઊભી થશે.બિલ હેઠળ કરાયેલા મુખ્ય કાયદાકીય સુધારા દુકાનો 24X7 ખુલ્લી રહેશે (શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ): રજિસ્ટ્રેશન માટે સેલ્ફ-ડિક્લેરેશન (સ્વ-પ્રમાણીકરણ) ની નીતિ અપનાવાશે. નિયમો અને શરતોને આધીન રહીને દુકાનો અને વેપારી સંસ્થાઓ અઠવાડિયાના કોઈ પણ દિવસે 24 કલાક (24X7) ચાલુ રાખી શકાશે. ડૉક્ટર્સની નોંધણી સરળ બનશે (મેડિકલ કાઉન્સિલ એક્ટ) : અન્ય રાજ્યોમાં નોંધાયેલા તબીબો ગુજરાતમાં સેલ્ફ-ડિક્લેરેશનના આધારે ઝડપથી રજિસ્ટ્રેશન મેળવી શકશે. સરકારી સેવાઓમાં ઓટો-અપીલ (રાઇટ ઓફ સિટિઝન્સ ટુ પબ્લિક સર્વિસિસ એક્ટ) : નિયત સમયમર્યાદામાં સરકારી સેવા કે ફરિયાદનો નિકાલ નહીં થાય, તો ટેકનોલોજીની મદદથી મામલો આપમેળે ઉચ્ચ અધિકારી સમક્ષ ઓટો-અપીલ થઈ જશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd