• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

ચીનને 155 ટકા ટેરિફ લાદવાની ટ્રમ્પધમકી

વોશિંગ્ટન, તા. 21 : દુનિયાભરમાં ટેરિફનો દંડૂકો ઊગામી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ચીનને ધમકી આપતાં જણાવ્યું કે જો અમેરિકા સાથે વેપાર સમજૂતી નહીં થાય તો ચીનને 155 ટકા સુધીના ટેરિફનો સામનો કરવો પડશે. છેલ્લા થોડા દિવસથી ભારત ઉપરાંત ચીનને ટેરિફ મામલે ધમકી આપી રહેલા ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સોદો જો ન થયો તો ચીન પર 155 ટકા સુધીનો ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે આ ધમકીભર્યા ઉચ્ચારણો ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ સાથે વ્હાઈટહાઉસમાં થયેલી બેઠક દરમ્યાન કર્યાં હતાં જ્યાં બંને નેતાઓએ ખનીજ સંસાધનો અંગેની એક મહત્ત્વપૂર્ણ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. ટ્રમ્પે કહ્યું કે મને લાગી રહ્યું છે કે અમે ચીન સાથે એક શાનદાર વેપાર સમજૂતી કરવા જઈ રહ્યા છીએ. આ સોદો બંને દેશ અને દુનિયા માટે ફાયદાકારક રહેશે. તેમણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે. સંભવત: આવનારા અમુક સપ્તાહમાં દક્ષિણ કોરિયામાં આ બેઠક થઈ શકે છે. ટ્રમ્પે કહ્યું કે મને લાગે છે કે ચીન અમેરિકાનું ઘણું સન્માન કરે છે. તેઓ પહેલેથી જ અમને 55 ટકા ટેરિફના રૂપમાં ભારે રકમ અમને ચૂકવી રહ્યા છે પરંતુ જો કોઈ સમજૂતી નહીં થાય તો પહેલી નવેમ્બરથી આ દર 155 ટકા સુધી વધી જશે.

Panchang

dd