અમદાવાદ, તા. 9 : વિશ્વના 108થી વધુ દેશમાં વિશ્વ નવકાર
મહામંત્ર દિવસની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં પણ જીએમડીસી ગ્રાઉન્ડ પર જૈન ઇન્ટરનેશનલ
ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જીતો) અને અમદાવાદ જૈન સમાજ દ્વારા યોજિત સમારોહમાં 25 હજારથી વધુ લોકોએ એકસાથે નવકાર
મંત્રનો જાપ કર્યો હતો. દિલ્હીથી કાર્યક્રમનો પ્રારંભ કરાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
કહ્યું હતું કે, નવાં સંસદ ભવનમાં પણ જૈનધર્મનો
પ્રભાવ જોવા મળે છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે
વિશેષ ડાક આવરણ અને વિરૂપણ વિમોચિત કર્યાં હતાં. તેમણે કહ્યું કે, હું નથી જાણતો તમારામાંથી કેટલાક લોકો નવું સંસદ ભવન જોવા માટે ગયા હશો,
પણ ત્યાં તમે જોયું હશે કે, લોકતંત્રનું મંદિર
નવી સંસદ બની ત્યાં પણ જૈન ધર્મનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. અહીં સ્થાપત્ય ગેલેરીમાં
સમેત શિખર દેખાય છે. લોકસભાનાં પ્રવેશદ્વાર પર તીર્થંકરની મૂર્તિ જે ઓસ્ટ્રેલિયાથી
આવી છે. સંવિધાનની ગેલેરીની છત પર મહાવીરનું અદ્ભુત પેઇન્ટિંગ લાગેલું છે. સાઉથ બિલ્ડિંગની
દીવાલો પર 24 તીર્થંકર
એકસાથે છે.