અમદાવાદ, તા. 16 (અમારા પ્રતિનિધિ તરફથી) : નેશનલ કાઉન્સિલ અૉફ અપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ એનસીએઇઆરનો
તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે, રાજ્યએ
નાણાંકીય વ્યવસ્થાપનમાં સારું પ્રદર્શન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં
કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન સામે માત્ર 18.2 ટકાના જાહેર દેવા સાથે ગુજરાત મુખ્ય રાજ્યોમાં સૌથી ઓછું દેવું
ધરાવતા રાજ્ય તરીકે ઊભર્યું છે. રિપોર્ટ અનુસાર,
ગુજરાતે તેના કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન સામે જાહેર દેવાના ગુણોત્તરમાં
છેલ્લા 10 વર્ષમાં 4.5 ટકા જેટલો ઘટાડો કર્યો છે.
આ સિદ્ધિની પ્રશંસા કરતાં ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, અર્થશાસ્ત્રીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ
મુજબ મને એ જણાવતાં આનંદ થાય છે કે, ગુજરાતે તેના કુલ રાજ્ય ઘરેલુ
ઉત્પાદન સામે જાહેર દેવાનાં ગુણોત્તરમાં 4.5 ટકા જેટલો ઘટાડો કર્યો છે,
જે ભારતના તમામ મોટા 21 રાજ્યોમાં સૌથી વધુ રિપોર્ટના આંકડા એ દર્શાવે છે કે, ગુજરાતે નાણાંકીય શિસ્તમાં ઉત્કૃષ્ટ માપદંડ
સ્થાપિત કરીને લાંબા ગાળાની આર્થિક સ્થિરતા
સુનિશ્ચિત કરી છે. રિપોર્ટ અનુસાર, 2022-23માં ગુજરાતનો કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન સામે જાહેર દેવાનો ગુણોત્તર
18.9 ટકા હતો, જે 2023-24માં ઘટીને 18.2 ટકા થયો છે. બેરી આઇચેનગ્રીન અને પૂનમ ગુપ્તાના એનસીએઇઆર વર્કિંગ
પેપર ધ સ્ટેટ અૉફ ધ સ્ટેટ્સ: ફેડરલ ફાઈનાન્સ ઇન ઈન્ડિયા મુજબ, ઓડિશા, મહારાષ્ટ્ર અને
ગુજરાતનું દેવાનું સ્તર સ્ટેટ જીડીપીના 20 ટકાથી ઓછું છે, જે પંજાબ (47.6 ટકા) જેવા
રાજ્યોની સરખામણીમાં ઘણું ઓછું છે.