• રવિવાર, 08 માર્ચ, 2026

ભુજમાં પાંચ સ્થળે હાઇમાસ્ટ દ્વારા અજવાળાં પથરાશે

ભુજ, તા. 7 : નગરપાલિકાની રોડલાઇટ શાખા દ્વારા ભુજમાં બંધ લાઇટો બદલવા, પાંચ સ્થળે હાઇમાસ્ટ લગાવવા તેમજ શાખાની કામગીરી માટે નવું હાઇડ્રોલિક વાહન (સ્કાયલિફ્ટ) ખરીદવા સહિતનું આયોજન હાથ ધરાયું છે. આ અંગે માહિતી આપતાં શાખાના ચેરમેન કશ્યપ ગોરે જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજના અંતર્ગત રૂા. 18,50,000ના ખર્ચે આર.ટી.ઓ. સર્કલ, હોસ્પિટલ રોડ સર્કલ, મંગલમ ચાર રસ્તા, રિલાયન્સ પેટ્રોલ પંપ સર્કલ, જયનગર મુખ્ય રસ્તા પર હાઇમાસ્ટ ટાવર ઊભા કરાશે. આ ઉપરાંત ભુજના જુદા-જુદા વિસ્તારમાંથી અરજદારો તેમજ સદસ્યોની માંગ ધ્યાને લઇ ડીવાઇડરમાં લાઇટો રિપેર કરવા તેમજ બંધ લાઇટો બદલવા માટે 21,95,370ના ખર્ચે 20 વોલ્ટની 1100 એલઇડી લાઇટો તેમજ 90 વોલ્ટની 300 એલઇડી લાઇટો ખરીદાઇ છે તેમજ રોજ-બરોજની ફરિયાદોને પહોંચી વળવા માટે 22 લાખના ખર્ચે હાઇડ્રોલિક વાહન (સ્કાયલિફટ)ની ખરીદી કરાશે. સમગ્ર્ર કામગીરી પ્રમુખ, કારોબારી સમિતિ તથા શાખાના ચેરમેનનાં માર્ગદર્શન હેઠળ કરાઇ રહી છે. 

Panchang

dd