ભુજ, તા. 7 : એલસીબીની ટીમે સમાઘોઘા પાસે
વાહન ચેકિંગ દરમ્યાન એક ટ્રકમાં રૂા. 3,03,250ના આધાર-પુરાવા વિનાના શંકાસ્પદ પ્લાસ્ટિકના ભંગારના જથ્થા સાથે
શખ્સને ઝડપી પાડયો હતો. એલસીબીની ટીમ મુંદરાના સમાઘોઘા પાસે આધુનિક ઇન્વેસ્ટિગેશનની
કિટ સાથે ધોરીમાર્ગ પર વાહનોનું ચેકિંગ કરી રહી હતી,
ત્યારે માંડવી બાજુથી આવતી ટ્રક નં. જી.જે. 11-વીવી-8858ને રોકાવી ચાલક જાવિદભાઇ જમાલભાઇ
જુણેજા (રહે. જૂનાગઢ)ને ટ્રકમાંના પ્લાસ્ટિકનો ભંગારનો જથ્થો 12,130 કિ.ગ્ર્રા. જેની કિં. રૂા.
3,03,250 અંગેના આધાર-પુરાવા, બિલ માગતાં ન હોવાથી આ શંકાસ્પદ ભંગાર અને ટ્રક
જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.