• રવિવાર, 08 માર્ચ, 2026

ભુજોડીની શાલને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી

ભુજ, તા. 7 : કચ્છના ભુજોડી ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે અંજાર વિધાનસભા ક્ષેત્રના રૂ. 3 કરોડના ખર્ચે વિવિધ 4 રસ્તાના વિકાસ કામોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હસ્તકલા અને વણાટ કામના કારણે ભુજોડીને દુનિયાના તમામ લોકો જાણતા થયા છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભુજોડી કચ્છ અને ગુજરાતનું ગૌરવ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભુજોડીની શાલને પણ બળ મળ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સાંપ્રત સમયમાં દુનિયામાં ભારતને જે ગૌરવભેર સ્થાન મળ્યું છે તેનો શ્રૈય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. આ સાથે તેમણે વિકસિત ભારતની નેમ સાથે હજુ પણ લોકલક્ષી વિકાસના કાર્યો કરવા નેમ વ્યક્ત કરી હતી.   સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કેરાજ્ય સરકાર રોડ અને રસ્તાના વિકાસ માટે કટિબદ્ધ છે જે અંતર્ગત જ આજે ત્રણ કરોડથી વધુના 4 રસ્તાઓનું કામ થવા જઈ રહ્યું છે. તેમણે આ પ્રસંગે આ વિસ્તારમાં હજુ પણ જરૂરી તમામ વિકાસના કામો કરવા માટે વિ?શ્વાસ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 4 રસ્તાઓના રિસર્ફેશીંગ કામનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.86.13 લાખના ખર્ચે ભૂજોડી એપ્રોચ રોડ, રૂ.33.46 લાખના ખર્ચે લેર એપ્રોચ રોડ, રૂ .83.22 લાખના ખર્ચે પૈયા એપ્રોચ રોડ તથા રૂ. 95.89 લાખના ખર્ચે નાના બંદરા, મોટા બંદરા રોડનો સમાવેશ થાય છે.   કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી, જિલ્લા પંચાયત સદસ્ય હરિભાઈ જાટીયા, તાલુકા પંચાયત સદસ્ય લક્ષ્મીબેન જરૂ, મહેશભાઈ માતા, જેનેશ વરૂ, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પારૂલબેન કારા, એપીએમસી ચેરમેન શંભુભાઈ જરૂઆગેવાન ધનજીભાઈ ચાવડા, શામજીભાઈ વાણીયા, દિનેશભાઈ ચાવડા, દિનેશભાઈ ઠક્કર, અશોક બરાડીયા, ભુજોડી સરપંચશ્રી શિવજીભાઈ મંગરિયા સહિત આસપાસના ગામોના સરપંચો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.  

Panchang

dd