ભુજ, તા. 7 : ગ્રામીણ વિસ્તાર માટે મિની
સંસદ સમાન કચ્છ જિલ્લા પંચાયતની વર્તમાન બોડીની મુદ્દત પૂરી થઈ છે અને નવી ચૂંટણી યોજવા
માટેના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે જિલ્લા
પંચાયતનાં અંદાજપત્રનું કદ દર વર્ષે વધવા સાથે વિવિધ વિભાગોની જોગવાઈમાં પણ સમયાંતરે
વધારો થતો જોવા મળે છે. વીતેલાં પાંચ વર્ષની વાત કરીએ તો અંદાજપત્રનું કદ લગભગ બમણા
જેટલું વધ્યું છે. - શિક્ષણ-બાંધકામ
ક્ષેત્રને સતત અપાઈ અગ્રતા : કચ્છ જિલ્લા પંચાયતનાં અંદાજપત્રમાં વિભાગવાર
થતી ફાળવણી પર એક નજર કરીએ તો શિક્ષણ અને બાંધકામ એ એવાં ક્ષેત્રો છે કે, જેમાં સૌથી વધુ નાણાકીય જોગવાઈ કરવામાં આવતી.
છેલ્લાં બે વર્ષની વાત કરીએ તો આરોગ્યમાં સાડા આઠ કરોડ, તો બાંધકામ
ક્ષેત્રમાં પાંચ કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી છે. - વર્તમાન નાણાકીય વર્ષનું બજેટ
2.40 અબજનું : 2026-27નાં
નાણાકીય વર્ષની વાત કરીએ તો આ વર્ષનું અંદાજપત્ર 2.40 અબજનું છે, જેમાં
સૌથી વધુ ફાળવણી શિક્ષણ ક્ષેત્રમાં જ કરવામાં આવી છે. આરોગ્ય, સિંચાઈ, પશુપાલન સહિતનાં અન્ય ક્ષેત્રો એવા છે કે,
જેમાં લગભગ ગયાં વર્ષની સમકક્ષ જ નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. ગયાં
વર્ષે 6પ2 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરાયું હતું. આ વખતે પુરાંત પણ
વધી છે. તાલુકાવાર વિકાસકાર્યો માટે કરાતી નાણાકીય ફાળવણીનો આંક આ વર્ષે પ2.90 કરોડ પર પહોંચ્યો છે. - છેવાડાના વિસ્તાર સુધી વિકાસ
પહોંચાડાયો : કચ્છ જિલ્લા પંચાયતનાં અંદાજપત્રમાં થતી
નાણાકીય જોગવાઈનાં પગલે છેવાડાના વિસ્તાર સુધી વિકાસ પહોંચ્યો છે. જિ. પંચાયતની ટીમ
દ્વાર પણ એવી કટિબદ્ધતા સતત વ્યક્ત કરાતી હોય છે.