• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

કોલ્ડપ્લેના તાલે ગુજરાતીઓ ઝૂમ્યા

અમદાવાદ, તા. 25 : પાંચગણા ભાવ સાથે ટિકિટ માટે કાળાબજાર, ટિકિટ મેળવવા લાંબીલચક કતારોમાં ઊભા રહીને લાગેલો થાક પળવારમાં ઊતરી ગયો હોય તેમ વિખ્યાત બ્રિટિશ રોકબેન્ડ `કોલ્ડપ્લે'ના મુખ્ય ગાયક ક્રિશ માર્ટિનનાં ગાયન, વાદન પર હજારોની સંખ્યામાં ઊમટી પડેલો સંગીતરસિયો ગુજરાતી સમુદાય ઝૂમી ઊઠયો હતો. `કેમ છો અમદાવાદ' તેવું ગુજરાતી ભાષામાં સંબોધન કરીને 47 વર્ષીય ક્રિશે ગુજરાતીઓને ડોલાવ્યા હતા. વિશ્વનાં સૌથી મોટાં ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કોલ્ડપ્લે રોકબેન્ડના કલાકારોને સૌથી વિશાળ સમુદાય સમક્ષ કલાપ્રસ્તુતિની તક મળી હતી. ગુજરાતી ચા-થેપલાના સ્વાદની લિજ્જત માણ્યાના બીજા દિવસે કોલ્ડપ્લેના ક્રિશ, શોન, એલિયાના અને જસલીન રોયલ સહિત કલાકારોએ શનિવારની શીતળ રાત્રે કમાલ પ્રસ્તુતિથી ગુજરાતી જનતામાં ગજબની ઊર્જા ભરી દીધી હતી. આ કોન્સર્ટને માણવા માટે વહેલી સવારથી યુવાઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. અલગ અલગ રાજ્ય અને શહેરોમાંથી યુવાઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ સહિત દેશના મ્યુઝિક લવર્સની આતુરતાનો અંત આવ્યો હતો અને બપોરે 2 કલાકે સ્ટેડિયમની અંદર એન્ટ્રી શરૂ થઇ ત્યારે ચાહકોએ પડાપડી કરી હતી. બે દિવસમાં બે લાખથી વઘુ પ્રેક્ષકો કોલ્ડપ્લેમાં ઉપસ્થિત રહેશે. કોલ્ડપ્લેની એક જ કોન્સર્ટમાં એક લાખથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હોય તેવું સંભવત: પ્રથમવાર બનશે. કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા હતી. ઈવેન્ટના કારણે ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આયોજન કરાયું હતું. અહીં નોંધવું ઘટે કે, 1997માં યુનિવર્સિટીના ચાર મિત્રોએ મળી બેન્ડની શરૂઆત કરી હતી. ક્રિસ માર્ટિન, જોની બકલેન્ડ, ગાય બેરીમેન, વિલ ચેમ્પિયને શરૂઆત કરી હતી. કોલ્ડપ્લે શરૂઆતમાં `િબગ ફેટ નોઈઝ' તરીકે ઓળખાતું હતું. વર્ષ 2000માં યલો ગીતથી આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd