• શુક્રવાર, 06 માર્ચ, 2026

નીતીશ ચાલ્યા દિલ્હી ને ટીમ ઇન્ડિયા અમદાવાદ ....

મુખ્યમંત્રીએ રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી : બિહારમાં સી.એમ. હવે ભાજપના : નવી દિલ્હી/પટણા, તા. 5 : એક મોટા રાજકીય ઘટનાક્રમમાં બિહારના મુખ્યમંત્રી અને જેડી-યુના વડા નીતીશ કુમારે આજે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવતાં બિહાર હવે સંભવત: ભાજપનાં નેતૃત્વ હેઠળની સરકારનો માર્ગ મોકળો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતીશે ભાજપના નેતાઓને કહ્યું છે કે, તેમના અનુગામી તરીકે અનુસૂચિત જાતિના નેતાને પસંદ કરવામાં આવે, આ તો નાયબ મુખ્યમંત્રી પદે જેડી-યુના નેતાની નિયુક્તિ થાય. ભાજપ હવે ક્યા નેતાની પસંદગી કરે છે એ જોવાનું છે. દેશના ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં નામાંકનપત્ર ભર્યા બાદ જેડી-યુ નેતાએ જણાવ્યું હતું કે, બિહારમાં નવી સરકારને મારાં સમર્થન, સહયોગ રહેશે. બીજી તરફ નીતીશના બિહાર છોડીને સંસદનાં ગૃહમાં જવાના ફેંસલાથી તેમના જ પક્ષ જનતા દળ-યુમાં ભારે બબાલ મચી ગઈ હતી. પટણામાં જેડી-યુ કાર્યાલયની બહાર મોટી સંખ્યામાં એકઠા થઈ ગયેલા જેડી-યુના કાર્યકરોએ રોષભેર વિરોધ પ્રદર્શનો કર્યું હતું અને પ્ર્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહાનો ઘેરાવ પણ કર્યો હતો. દરમ્યાન, નીતીશના રાજ્યસભા જવાના સમાચાર મળતાં સવારથી જ કાર્યકરો મુખ્યમંત્રીના આવાસ પર પણ પહોંચી ગયા હતા. કેટલાક કાર્યકરોએ કહ્યું હતું કે, નીતીશ કુમાર બિહારના છે, અમે તેમને ક્યાંય જવા નહીં દઈએ. અમે જીવ દઈ દઈશું, એવું બોલીને કેટલાક કાર્યકરો તો રડતા પણ દેખાયા હતા. નીતીશ ઉપરાંત ભાજપ અધ્યક્ષ નીતિન નબીન, રામનાથ ઠાકુર, ઉપેન્દ્ર કુશવાહા અને શિવેશકુમારે પણ રાજ્યસભા સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી હતી. નામાંકન ભર્યા બાદ બિહારના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સંસદીય જીવન શરૂ કરતી વખતે જ મારાં મનમાં એક ઈચ્છા હતી કે, હું બિહારની વિધાનસભા તેમજ દેશની સંસદનાં ગૃહમાં પણ કામ કરું. ગૃહમંત્રી અમિત શાહે નીતીશના નેતૃત્વની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, બિહારને જંગલરાજ મુક્ત કરવાનું કામ કરનાર નીતીશકુમારે, રાજ્યના વિકાસને ગતિ આપવા માટે સતત સફળ પ્રયાસો કર્યા. નીતીશના રાજ્યસભામાં એલાન બાદ તેજસ્વી યાદવે આરોપ મૂક્યો હતો કે, બિહારમાં ભાજપે મહારાષ્ટ્ર મોડેલ લાગુ કર્યું છે. ભાજપે નીતીશ પર એટલું દબાણ ઊભું કર્યું કે, તેમને રાજીનામું આપવું પડી રહ્યું છે. ભાજપ તેના સાથીપક્ષોને ખતમ કરી દે છે, તેવો આરોપ તેજસ્વીએ મૂક્યો હતો. -  વાનખેડેની દિલધડક સેમિ ફાઇનલમાં ભારતે 253/7 કર્યા છતાંય ઇંગ્લેન્ડ ફક્ત સાત રને જીતથી છેટું રહ્યું : સંજુ (89) ફરી સેમસન : બે ગુજ્જુ (અક્ષર-બુમરાહ) બન્યા ગેમચેન્જર : વિશ્વકપ માટે આઠમીએ મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે મુકાબલો : મુંબઇ, તા. 5 : ચોગ્ગા-છગ્ગાની રમઝટ વચ્ચે મોટા સ્કોરવાળી રોમાંચક મેચમાં વધુ એકવાર ઇંગ્લેન્ડને સાત રને હરાવીને ટીમ ઇન્ડિયાએ સતત બીજીવાર ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશ કરતાં દેશભરના ક્રિકેટપ્રેમીઓ આનંદિત બન્યા હતા. મેન ઓફ ધ મેચ સંજુ સેમસનની ફરી શાનદાર ફટકાબાજી (42 દડામાં 88)ના સહારે સૂર્યસેનાએ  253 રન ખડક્યા બાદ જેકોબ મેથેલના 48 દડામાં ધુંઆધાર 105 રનના સહારે મજબૂત લડત આપી હતી પણ અંતે અંગ્રેજોએ સાત વિકેટે 245 રન સુધી સીમિત રહી હતી. હવે આઠમી માર્ચે ફાઇનલ જંગમાં ભારતની ટક્કર ન્યૂઝીલેન્ડ સામે થશે. બુમરાહે ફરી એકવાર પોતાનો કલાસ બતાવ્યો હતો. અને રનગતિ પર રોક લગાવી હતી તો અક્ષર પટેલે હેરી બ્રુકના અફલાતુન કેચ સહિત ફિલ્ડીંગમાં કમાલ કરી હતી. ટીમ ઇન્ડિયા હવે સતત બીજી વાર ચેમ્પિયન બનવાના અને નવો ઇતિહાસ રચવાના ઇરાદે ઉતરશે. ભારત ચોથીવાર ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં  પ્રવેશ્યું છે. અંતિમ ઓવરના પહેલા દડે રન આઉટ થયો હતો. જયારે હાર્દિક પંડયાને 2 વિકેટ મળી હતી. સેમિ ફાઇનલમાં અક્ષર પટેલના બે કઠિન કેચ ટર્નિંગ પોઇન્ટ બની રહ્યા હતા. આ ઉપરાંત બુમરાહે 18મી ઓવરમાં ફકત 6 અને હાર્દિકે 19મી ઓવરમાં 9 રન જ આપીને મેચ ભારતના પક્ષમાં લાવી દીધી હતી. આખરી ઓવરમાં ઈંગ્લેન્ડને જીત માટે 30 રનની જરૂર હતી. જોફ્રા આર્ચરે શિવમ દૂબેની ધોલાઇ કરી અંતિમ ત્રણ દડામાં છગ્ગા ફટકાર્યાં હતા. આમ છતાં ઇંગ્લેન્ડ જીતથી 7 રન દૂર રહ્યંy હતું. આખરી ઓવરમાં ઇંગ્લેન્ડે 22 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ઈનિંગ્સમાં 1પ છગ્ગા અને 21 ચોગ્ગા લાગ્યા હતા. એ પહેલાં બુમરાહની 18મી કિફાચની ઓવર નિર્ણાયક હતી. 254 રનના કઠિન વિજય લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેન્ડ તરફથી બેથલે 48 દડામાં 8 ચોગ્ગા-7 છગ્ગાથી 10પ રનની યાદગાર ઇનિંગ રમી હતી.  આ સિવાય વિલ જેકસે 3, જોસ બટલરે 2, સેમ કરને 19 રન કરી ઇંગ્લેન્ડની રન રફતારમાં સહયોગ આપ્યો હતો. ઈંગ્લેન્ડે 95 રનમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ બેથલ અને જેકસે ઝડપી 77 રન જોડી દેતાં ભારતીયોના જીવ અદ્ધર થઈ ગયા હતા. પણ પછી ભારતીય બોલરોએ વાપસી કરી હતી. 17મી ઓવર સુધી ઈંગ્લેન્ડ ટીમ ભારતના સ્કોરની બરાબર ચાલી હતી. 18મી અને 19મી ઓવરમાં ઇંગ્લેન્ડની રન રફતાર મંદ પડી હતી. આથી અંતે 7 રને વિજય થયો હતો. ભારતનો મિસ્ટ્રી સ્પિનર વરૂણ ધોવાયો હતો તેણે 4 ઓવરમાં 64 રન આપી 1 વિકેટ લીધી હતી. અર્શદીપે પ1 રનમાં 1 વિકેટ લીધી હતી. હાર્દિકે 38 રનમાં બે જયારે બુમરાહે અગાઉ ટોસ જીતી વાનખેડે સ્ટેડિયમની સપાટ પીચ પર ટોસ જીતી ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે ફિલ્ડીંગનો નિર્ણય લીધો હતો. સુપર સંજૂ સેમસનની વધુ એક 89 રનની વિસ્ફોટક ઇનિંગ્સ અને ઇશાન, શિવમ અને હાર્દિકના પાવર હિટિંગથી ભારતીય ટીમે ઈંગ્લેન્ડના તમામ બોલરની ધોલાઇ કરીને 20 ઓવરમાં 7 વિકેટે 23 રનનો સ્કોર બનાવ્યો હતો. જે ટી-20 વર્લ્ડકપની નોકઆઉટ મેચના ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર બન્યો હતો. ભારતની ઇનિંગમાં આજે 19 છગ્ગા અને 18 ચોગ્ગા લાગ્યા હતા. આથી બાઉન્ડ્રીથી જ 186 રન થયા હતા. ટી-20 ફોર્મેટમાં ભારતે એક ઇનિંગમાં સૌથી વધુ 19 સિક્સરના રેકોર્ડ પણ બનાવ્યો હતો. અભિષેક શર્મા (9)ની નિષ્ફળતા ચાલુ રહી હતી, પણ સંજૂ સેમસને પ્રારંભથી જ અદ્ભુત ફટકાબાજી બેટિંગ કરી ભારતની રન રફતાર સતત વધારી હતી. તેનો અંગત 1પ રને કેપ્ટન હેરી બ્રુકનો કેચ છોડવો ઇંગ્લેન્ડને ઘણો મોંઘો પડયો હતો. સંજૂના સાથમાં ઇશાન કિશને પણ સટાસટી કરી હતી. આથી પાવર પ્લેમાં ભારતના 1 વિકેટે 67 રન થયા હતા.આ બન્ને વચ્ચે બીજી વિકેટમાં ફકત 4પ દડામાં 97 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. ઇશાન 18 દડામાં 4 ચોગ્ગા-2 છગ્ગાથી 39 રને આઉટ થયો હતો.  જયારે સંજૂ સેમસને ટી-20 વર્લ્ડ કપના નોકઆઉટ મેચમાં વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરીને 42 દડામાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાથી આતશી 89 રન કર્યા હતા. કપ્તાન સૂર્યકુમાર 11 રને આઉટ થયો હતો. ચોથા ક્રમે પ્રમોટ થયેલા શિવમ દૂબેએ 18મી ઓવરમાં રન આઉટ થતાં પહેલા 2પ દડામાં 1 ચોગ્ગા-4 છગ્ગાથી 43 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. તિલક વર્માએ 7 દડામાં 3 છક્કાથી 21 રનની કેમિયો ઇનિંગ રમી હતી. હાર્દિક પંડયા અંતિમ ઓવરના પાંચમા દડે રન આઉટ થયો હતો. તેણે 12 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી 27 રન કર્યાં હતા. અક્ષર 2 અને વરુણ ઝીરો સાથે અણનમ રહ્યા હતા. ભારતના 20 ઓવરમાં 7 વિકેટે 23 રન બન્યા હતા. ઇંગ્લેન્ડના તમામ બોલર ધોવાયા હતા. ઓફ સ્પિનર વિલ જેકસે અને આદિલ રશીદે 2-2 વિકેટ લીધી હતી. આર્ચરને 61 રનમાં 1 વિકેટ મળી હતી. 

Panchang

dd