• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

`કુખ્યાતિ'માં વધુ એક દર્દીનું મોત

અમદાવાદ, તા. 23 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં બોરીસણાના દર્દીએ એન્જિયોગ્રાફી કરાવી હતી. ત્યારબાદ થોડાક દિવોસમાં જ  મોત નિપજ્યું છે, ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલના સંચાલક, ભાગીદારો અને હાર્ટ ઓપરેશન કરનાર તબીબો હાલ જેલના સળિયા પાછળ છે. 72 વર્ષીય  કાંતિભાઈ બબલદાસ પટેલનું મોત થયું છે. કાંતિભાઇ પટેલે અઢી મહિના પહેલા એન્જિયોગ્રાફી કરાવી હતી. અઢ મહિનાથી તેમનું સ્વાથ્ય સારું રહેતુ ન હતું. જેથી પરિવારજનોએ તેમની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ગામના બે લોકોના મૃત્યુ થતા તેઓ સતત ગભરાટમાં રહેતા હતા. મૃતકના પરિવારજનોએ ખ્યાતિ હોસ્પિટલના સત્તાધીશો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.  દરમિયાનમાં હાલમાં રાહુલ જૈન, ચિરાગ રાજપૂત બાદ  ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને ડાયરેક્ટર કાર્તિક પટેલની પૂછપરછ કરાઈ છે. હાલ કાર્તિક પટેલ રિમાન્ડ પર છે અને રિમાન્ડ દરમિયાન અનેક મોટા ખુલાસા થઈ શકે છે. 10 નવેમ્બરના કડીના એક ગામમાં ફ્રી કેમ્પ યોજાયો હતો, જેમાં ફ્રી સારવાર બાદ કેટલાક દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા. કડીના આ ગામમાંથી 19 લોકોને ખ્યાતિમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓની એન્જિયોગ્રાફી કર્યા પછી દર્દીના હૃદયમાં સ્ટેંટ મૂકવામાં આવ્યા હતા. આ સ્ટેંટ  મુક્યા બાદ 2 દર્દીઓના મોત નિપજ્યા હતા, ત્યારબાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd