• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

રૂા. 12.29 લાખ કરોડની સંપતિ સ્વાહા !

વોશિંગ્ટન, તા. 10 : અમેરિકાના કેલિફોર્નિયામાં લોસ એન્જિલિસ ખાતે લાગેલી ઈતિહાસની સૌથી ભયાનક આગમાં અત્યાર સુધીમાં 10 નાગરિકના મૃત્યુ થયા છે અને સેંકડો મકાનો, આલિશાન બંગલા, વિલા ખાક થયા છે. ચારેબાજુ આગની હાલત વચ્ચે એક અંદાજ મુજબ આ આગથી અમેરિકાને 13પથી 1પ0 અબજ ડોલરથી વધુ નુકસાન થયું છે. પહેલાથી જ દેણાંના ડુંગર નીચે રહેલા અમેરિકી અર્થતંત્રને લોસ એન્જિલિસની આગથી ગંભીર ફટકો પડશે. પોલીસે આગ માટે શંકાને આધારે વેસ્ટ હિલ્સમાંથી એક બેઘરને પકડયો છે તેણે કરેલા ભડકાંથી આગ ભભૂક્યાનું માનવામાં આવે છે. ભારતીય રૂપિયામાં અમેરિકાની 1,ર8,91,36,00,00,000ની સંપત્તિનો ધુમાડો થઈ ગયો છે. અમેરિકામાં હવામાનને લગતી માહિતી આપતી ખાનગી કંપની એક્યુવેધર અનુસાર લોસ એન્જિલિસની આગને કારણે અમેરિકાને 13પ અબજ ડોલરથી 1પ0 અબજ ડોલર સુધીનું નુકસાન થઈ ચૂક્યું છે. જો જલ્દી આગ કાબૂમાં ન આવી તો નુકસાન હજુ વધી શકે છે. હવામાન વિજ્ઞાનિક જોનાથન પોર્ટરે કહ્યું કે આ આગ પર જલ્દી કાબૂ મેળવવો જરૂરી છે નહીં તો તે કેલિફોર્નિયાના ઈતિહાસની સૌથી ભયાનક આગ સાબિત થઈ શકે છે. ર0ર3માં માઉના જંગલોમાં લાગેલી આગમાં 16 અબજ ડોલરનું નુકસાન થયું હતું. જે.પી.મોર્ગન અનુસાર લોસ એન્જિલિસમાં લાગેલી આગને કારણે 10 અબજ ડોલરનું જેનો વીમો હોય તેવી સંપત્તિનું નુકસાન થયું હોઈ શકે છે. તેમાં વધુ નુકસાન મકાન માલિકોનું હશે. તેની તુલનાએ કોમર્શિયલ નુકસાન વધુ નહીં હોય. આગને કારણે 10 હજારથી વધુ મકાનોને નુકસાન થયું છે.  પ્રોપર્ટી કન્સલ્ટન્ટ કોરલોજિકનું અનુમાન છે કે આ આગને કારણે લોસ એન્જિલિસ અને રિવરસાઈડ મેટ્રો એરિયામાં 4પ6000થી વધુ મકાનોને નુકસાન થયું હોઈ શકે છે. આ મકાનોને બનાવવામાં 300 અબજ ડોલરનો ખર્ચ થઈ શકે છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd