નવી દિલ્હી, તા. 5 : સાતોશી નાકામોતો જૂથ દ્વારા 2009માં બનાવાયેલા
નેટવર્ક આધારિત ડિજિટલ અને દુનિયાની સૌથી પહેલી ક્રિપ્ટોકરન્સી બિટકોઈનની કિંમત ગુરુવારે
પહેલીવાર એક લાખને પાર થઈને 1,02,585 ડોલર (86.91 લાખ રૂપિયા)એ પહોંચી હતી. છેલ્લા
એક વર્ષમાં બિટકોઈનમાં 118 ટકાનો ઉછાળો આવ્યો છે. ભારતના સંદર્ભમાં જોઈએ તો ક્રિપ્ટોકરન્સી
દ્વારા થતી કમાણી પર ભારતમાં 30 ટકા ટેક્સ ભરવો પડશે. એક મીડિયા હેવાલ મુજબ, ગત મહિને
અમેરિકામાં યોજાયેલી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થયા બાદથી સતત વધી રહેલા બિટકોઈનના
ભાવ એક લાખને પાર કરી ગયા હતા. આવનારા સમયમાં કિંમત હજુ વધશે તેવો આ ક્ષેત્રના તજજ્ઞોએ
મત વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, એક વર્ષ?પહેલાં 6 ડિસેમ્બર, 2023ના બિટકોઈનની
કિંમત 43,494 (36.85 લાખ) હતી. ક્રિપ્ટોકરન્સીથી થનારી કમાણી પર ભારતમાં 30 ટકા ટેક્સ
ભરવો પડશે. તે ઉપરાંત ટ્રાન્ઝેક્શન કરવા પર 1 ટકા ટીડીએસ પણ લાગશે, તો કોઈને ભેટ કરવા
પર પણ 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.