• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

સપ્તાહમાં પાંચ દિવસ કામ : બેંક કર્મચારીઓ આંદોલનના માર્ગે

નવી દિલ્હી, તા.4 : બેંક કર્મચારીઓ-સંગઠનો લાંબા સમયથી સપ્તાહમાં કામકાજના પાંચ દિવસની માગ કરી રહયા છે. કેન્દ્ર સરકાર જો આ મામલે નિર્ણય નહીં લે તો સંગઠનો દ્વારા આંદોલન છેડવાની ગતિવિધિ હાથ ધરાઈ છે. અહેવાલ મુજબ સપ્તાહમાં પાંચ દિવસ કામની બેંક કર્મચારીઓની માગ અંગે બેંક અધિકારી સંઘ (ઓલ ઈન્ડિયા બેંક ઓફિસસર્સ કન્ફેડરેશન) મોટું આંદોલન છેડી શકે છે. સંઘના મહાસચિવ રુપમ રોયે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે સરકાર તરફથી હાલ આ પ્રસ્તાવ લાગુ કરવા અંગે કોઈ સંકેત નથી. જેથી ઓલ ઈન્ડિયા બેંક અધિકારી સંઘ, બેંક યુનિયનો સાથે મળીને એક મોટું આંદોલન છેડવાનું છે. આંદોલન શરૂ થવામાં છે અને તેમાં સામેલ થવા અન્ય બેંક યુનિયનોને આમંત્રિત કરાયા છે. પાંચ દિવસના કાર્ય સપ્તાહની માગ લાંબા સમયથી કરાઈ રહી છે પરંતુ આ અંગે નાણાં મંત્રાલયની મંજૂરી મળી નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd