• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

પુતિનનો મિજાજ નરમ : અચાનક છેડયો શાંતિનો રાગ

મોસ્કો, તા. પ : અઢી વર્ષથી ચાલી રહેલા યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં અત્યાર સુધી આક્રમક વલણ બતાવનારા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિનનો મિજાજ અચાનક ઢીલો પડયો છે અને યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે શાંતિ મંત્રણાનો રાગ આલાપ્યો છે. પુતિને એલાન કર્યું કે ભારત, ચીન અથવા બ્રાઝિલ શાંતિ મંત્રણામાં મધ્યસ્થી કરી શકે છે. તેમણે આ ત્રણેય દેશને વૈશ્વિક મંચ પર શાંતિ અને સ્થિરતાના સમર્થક ગણાવી કહ્યંy કે તેમના માધ્યમથી સંઘર્ષ સમાપ્ત કરવાના પ્રયાસ કરાઈ શકે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાં રશિયા અને બાદમાં યુક્રેનની મુલાકાત વખતે ભારતની ભૂમિકા સ્પષ્ટ કરી બન્ને દેશને યુદ્ધ સમાપ્ત કરવા મંત્રણાના ટેબલ પર આવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ સમય યુદ્ધનો નહીં શાંતિનો છે. હવે પુતિને યુક્રેન સાથે શાંતિ મંત્રણા માટે તૈયારી દર્શાવી છે, પરંતુ દોનેત્સ્ક, લુહાંસ્ક, ખેરસોન અને જપોરજિયા જેવા ય્રુક્રેનના કબજાગ્રસ્ત વિસ્તારો ખાલી કરવા ઈન્કાર કર્યો છે. રશિયાના શહેર વ્લાદિવસ્તોકમાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમને સંબોધતાં પુતિને કહ્યું કે યુદ્ધમાં સમજૂતી માટે તેઓ યુક્રેન સાથે વાતચીત કરવા તૈયાર છે અને ભારત, ચીન અથવા બ્રાઝિલ બન્ને દેશ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. પુતિને કહ્યંy કે, ર0રરમાં જ્યારે યુદ્ધ થયું ત્યારે તુર્કીએ બન્ને દેશ વચ્ચે સમજૂતી કરાવવાનો પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ રહ્યો હતો. હવે નવેસરથી વાતચીત શરૂ કરવા અગાઉના પ્રયાસોને આધાર બનાવી શકાય છે. અગાઉ પુતિને યુદ્ધ રોકવા માટે બે શરત મૂકી હતી, જેમાં જેના પર રશિયાનો કબજો છે તેવા યુક્રેનના ચાર ક્ષેત્ર પરત નહીં આપે અને યુક્રેન કયારેય નાટો સંગઠનમાં નહીં જોડાય તે મૂકી હતી, જેને માનવા યુક્રેને સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. પુતિને અચાનક શાંતિ મંત્રણાની વાત એવા સમયે કરી છે જ્યારે યુક્રેને હવે ડિફેન્સનું વલણ છોડીને રશિયામાં ઘૂસી આક્રમક હુમલા શરૂ કરી રશિયાના મોટા સરહદી વિસ્તાર પર કબજો જમાવ્યો છે. યુક્રેનના હુમલામાં અત્યાર સુધીમાં 37 રશિયન નાગરિકોનાં મૃત્યુ થયાં છે. બે વર્ષનાં યુદ્ધમાં મોટી સંખ્યામાં રશિયન સૈનિકોનો ભોગ લેવાયો છે. અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પણ કહ્યું હતું કે ભારતમાં પીસ સમિટ કરાવી શકાય છે. વ્લાદિવસ્તોકમાં યોજિત પૂર્વીય આર્થિક મંચના કાર્યક્રમ દરમ્યાન પુતિને આ નિવેદન આપ્યું હતું. 2022માં યુદ્ધ શરૂ થયું ત્યારે તુર્કીએ સમજૂતી કરાવવાની કોશિશ કરી હતી. જો કે, તે સમયની શરતોને કદી લાગુ કરી ન શકાઇ. હવે જૂના પ્રયાસોને આધાર બનાવી ફરી વાતચીત કરી શકાય તેવું રુસી રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. ખાસ ઉલ્લેખનીય છે કે આઠમી જુલાઇના રશિયા પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુતિન સાથે યુદ્ધ રોકવા પર ચર્ચા કરી હતી. ત્યારબાદ 23 ઓગસ્ટના વડાપ્રધાન મોદીએ યુક્રેન પ્રવાસમાં વોલ્દોમિર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરતાં કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી તેવું મેં પુતિનની આંખોમાં જોઇને કહી દીધું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang