• સોમવાર, 30 જૂન, 2025

`ઈ-મતદાન': બિહાર બન્યું દેશનું પ્રથમ રાજ્ય

નવી દિલ્હી, તા. 28 : ચૂંટણીમાં મોબાઈલ એપથી મતદાન થયું એવું પહેલું રાજ્ય બનીને પેટા ચૂંટણીઓ પૈકી પટણા, રોહતાસ અને પૂર્વ ચંપારણ્ય જિલ્લાની છ નગરપાલિકામાં પાયલટ પ્રોજેક્ટરૂપે `ઈ-વોટિંગ' કરાયું હતું. મોતીહારીની વિભા કુમારી મોબાઈલ એપ થકી મતદાન કરનારી ભારતની પ્રથમ મતદાર બની હતી. આ પહેલ સફળ રહેશે તો આગામી સમયમાં વધુ ચૂંટણીઓમાં પણ ઈ-મતદાનની વ્યવસ્થા અમલી બની શકે. બિહારની પેટાચૂંટણી માટે  આજે સવારે 7 વાગ્યે કુલ 489 બૂથ પર મતદાન શરૂ થયું હતું. પરંપરાગત ઈવીએમ વડે મતદાન કરવાની સાથે, મતદારોએ તેમના એન્ડ્રોઈડ ફોન પર એપ્લિકેશન ઈન્સ્ટોલ કરીને ઘરેથી પોતાના મતાધિકારનો ઉપયોગ પણ કર્યો હતો. બિહાર ચૂંટણી કમિશનર દીપક પ્રસાદે માહિતી આપી હતી કે, આ સુવિધા ખાસ કરીને વૃદ્ધો, અપંગો અને ગર્ભવતી મહિલાઓને આપવામાં આવી  છે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું નથી કે, ઓક્ટોબર-નવેમ્બરમાં પ્રસ્તાવિત બિહાર વિભાનસભા ચૂંટણી-2025માં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે કે નહીં. ઈ-વોટિંગ માટે બે એન્ડ્રોઈડ એપ બહાર પાડવામાં આવી હતી. મુખ્ય એપ ઊ-જઊઈઇઇંછ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (ઈ-ઉઅઈ) દ્વારા વિકસાવવામાં આવી છે. તેનો ઉપયોગ કરવા માટે મતદાતાએ અગાઉથી નોંધણી કરાવવી પડશે અને મોબાઈલ નંબરને મતદાર યાદી સાથે લિંક કરવો પડશે. એક મોબાઈલ નંબરથી ફક્ત બે નોંધાયેલા મતદારો જ લોગિન કરી શકે છે. જેમની પાસે સ્માર્ટફોન નથી તેમણે બિહાર રાજ્ય ચૂંટણી પંચની વેબસાઈટ પર જઈને ઈ-વોટિંગ કર્યું હતું. શુક્રવાર સાંજ સુધીમાં લગભગ 10 હજાર મતદારે મોબાઈલ એપ દ્વારા મતદાન માટે 33.79 મતદારે ઈ-વોટિંગ માટે નોંધણી કરાવી હતી. ઈ-વોટિંગની આ ઐતિહાસિક પહેલથી સ્પષ્ટ થયું કે, બિહાર ડિજિટલ લોકશાહી તરફ પહેલું પગલું ભરનારું અગ્રણી રાજ્ય બની ગયું છે. જો આ પ્રયોગ સફળ થાય છે, તો તે ભવિષ્યમાં અન્ય રાજ્યો માટે એક ઉદાહરણ બની શકે છે. 

Panchang

dd