• શનિવાર, 27 જુલાઈ, 2024

હવે મહારાષ્ટ્રનાં રાજકારણમાં ખળભળાટ

મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે3, તેમણે ધારાસભ્ય પદ પણ છોડી દીધું છે. અશોક ચવ્હાણે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને સોંપી દેતાં બિહાર બાદ હવે મહારાષ્ટ્રનાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અશોક ચવ્હાણ 13 મોટા નેતા સાથે ભાજપમાં જોડાઈ શકે છે. સાથે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, બીજેપી પ્રદેશ અધ્યક્ષ આશિષ શેલાર બીજેપી ઓફિસ પહોંચ્યા છે. દરમ્યાન મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે દિલ્હી જવા રવાના થઈ ગયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, અશોક ચવ્હાણની સાથે જે 13 નેતા કોંગ્રેસ છોડશે, જેમાં ઘણા ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. જો આમ થશે તો મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસનો એકપણ રાજ્યસભા સભ્ય ચૂંટાશે નહીં. દરમ્યાન, ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ચાલો, જોઈએ કે ભવિષ્યમાં શું થાય છે. ઘણા એમ.વી..ના નેતાઓ અમારા સંપર્કમાં છે. મને ખાતરી છે કે, તેઓ પણ ભાજપમાં જોડાશે. પહેલાં કોંગ્રેસના માલિંદ દેવરા અને પૂર્વ રાજ્યમંત્રી બાબા સિદ્દીકીએ રાજીનામું આપી દીધું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang