• શનિવાર, 27 જુલાઈ, 2024

હવે પીએફ પર 8.25 ટકા વ્યાજ

નવી દિલ્હી, તા. 10 : સરકારે નાણાંકીય વર્ષ 2023-24 માટે કર્મચારી ભવિષ્યનિધિ (ઊઙિ) ખાતા પર 8.25 ટકા વ્યાજની મંજૂરી આપી છે. એટલે કે, જો તમારી પાસે 1 લાખ રૂપિયાની ડિપોઝિટ છે, તો તમને એક વર્ષમાં 8,250 રૂપિયાનું વ્યાજ મળશે. શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે શનિવારે માહિતી આપી છે.  કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે લખ્યું, `ઇપીએફઓની આજે મળેલી 235મી બેઠકમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે 2023-24 માટે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ડ ફંડ ડિપોઝિટ પર 8.28 ટકા વ્યાજ દરની ભલામણ કરી છે.' કર્મચારી ભવિષ્યનિધિ સંસ્થા (ઇપીએફઓ) ગયાં વર્ષે માર્ચમાં તેને 8.15 ટકા નક્કી કર્યું હતું. દેશના 6 કરોડથી વધુ કર્મચારી પીએફના દાયરામાં આવે છે. ઇપીએફઓ એક્ટ હેઠળ, કર્મચારીના બેઝિક સેલરી વત્તા ડી..ના 12 ટકા પીએફ ખાતામાં જાય છે. 1952માં વ્યાજદર માત્ર 3 ટકા હતો. જોકે, પછી તેમાં વધારો થતો રહ્યો. 1972માં પ્રથમ વખત તે 6 ટકાથી ઉપર પહોંચ્યું. 1984માં તે પ્રથમ વખત 10 ટકાથી ઉપર પહોંચ્યું હતું. પીએફ ધારકો માટે શ્રેષ્ઠ સમય 1989થી 1999નો હતો. સમયગાળા દરમ્યાન પીએફ પર 12 ટકા વ્યાજ મળતું હતું. પછી વ્યાજદર ઘટવા લાગ્યા. 1999 પછી વ્યાજદર ક્યારેય 10 ટકાની નજીક નહોતા. 2001થી તે 9.50 ટકાથી નીચે રહ્યું છે. છેલ્લા સાત વર્ષથી તે 8.5 ટકા કે તેનાથી ઓછો છે. ધારો કે તમારા પીએફ ખાતામાં 5 લાખ રૂપિયા જમા છે. આવી સ્થિતિમાં, જો 8.15 ટકાના દરે વ્યાજ આપવામાં આવ્યું હોત, તો 5 લાખ રૂપિયા પર વ્યાજ તરીકે 40,750 રૂપિયા મળ્યા હોત, પરંતુ હવે વ્યાજદર વધીને 8.25 ટકા થવા પર, તમને 5 લાખ રૂપિયા પર વ્યાજ તરીકે 41,250 રૂપિયા મળશે. પીએફમાં વ્યાજદર નક્કી કરવા માટે, સૌ પ્રથમ ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ અને ઓડિટ સમિતિની બેઠક યોજાય છે, તે નાણાંકીય વર્ષમાં જમા કરાયેલાં નાણાંનો હિસાબ આપે છે. પછી સીબીટી માટિંગ થાય છે. સીબીટીના નિર્ણય પછી, નાણાં મંત્રાલયની સંમતિ પછી વ્યાજદર લાગુ કરવામાં આવે છે. વ્યાજદર નાણાંકીય વર્ષના અંતે નક્કી કરવામાં આવે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang