• બુધવાર, 18 નવેમ્બર, 2026

પૈયા વાડીવિસ્તારમાં ગૌવંશ આખલાને કુહાડી મરાતાં ફરિયાદ

ભુજ, તા. 17 : અબડાસાના પૈયા વાડીવિસ્તારમાં ગૌવંશ આખલાને કુહાડી મારી અને ગાયો પાછળ ટ્રેકટર દોડાવી ધાકધમકી કર્યાની ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે કોઠારા પોલીસ મથકે, પૈયાના પશુપાલક બાલુભા ઉર્ફે અરવિંદસિંહ લાધુભા સોઢાએ ગઈકાલે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે સવારે તેઓ તેમની ગાયોને પૈયા સીમમાં દિલુભાની વાડીમાં ભેલાણ અર્થે લઈ ગયા હતા. આ વાડીના શેઢા શેઢે પરેશ પટેલની વાડી છે જેમાં ભાગીદારીથી કામ કરતા મહેન્દ્ર નાયક રખડતી ગાયો અને આખલા પાછળ રાડારાડ કરી કુહાડી લઈ દોડયો હતો અને તેની બાજુમાં જતા મહેન્દ્રે પોતાના હાથમાંની કુહાડી ગૌવંશ આખલા પાછળ ઉશ્કેરાઈ મારતાં લોહી નીકળવા લાગ્યું હતું અને ટ્રેકટર લઈ ગૌવંશ પાછળ દોડાવ્યું હતું. તેને સમજાવા જતા ઉશ્કેરાઈ અને કુહાડી બતાવી નીકળી જવાની ધમકી આપી હતી. પોલીસે પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવા સહિત કલમો તળે ગુના દાખલ કરી કાર્યવાહી આદરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd