• બુધવાર, 18 નવેમ્બર, 2026

માધાપર : બેંક ખાતાંમાં ફ્રોડના 76.54 લાખ જમા !

મ્યુલ એકાઉન્ટની ચકાસણીમાં ભાંડો ફૂટયો : 67 ફ્રોડનાં નાણાં જમા થયાં : સાયબર સેલે ફરિયાદ નોંધાવી

ભુજ, તા. 16 : ઓનલાઇન ઠગાઇના બનાવો વ્યાપક બન્યા છે ત્યારે આ નાણાં જે-જે ખાતાંમાં જમા થાય છે ત્યાં સુધી પહોંચવા સાયબર સેલ પોલીસે સકંજો કસતાં માધાપરની બેંકના એક ખાતાંમાં દેશભરનાં 67 ઓનલાઇન ફ્રોડનાં નાણાં કુલ્લે રૂા. 76,54,800 જમા થયાનો ભાંડો ફૂટતાં ભુજ એલ.સી.બી.ની સાયબર સેલે ફરિયાદ દાખલ કરાવી છે. આ અંગે ગઇકાલે માધાપર પોલીસ મથકે ભુજ એલસીબીના સાયબર સેલના કોન્સ્ટેબલ કલ્પેશભાઇ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ સાયબર ક્રાઇમના ગુના બનતા અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા મ્યુલ હન્ટ નામે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સમન્વય પોર્ટલ પર આવા મ્યુલ એકાઉન્ટની ચકાસણી દરમ્યાન એક્સિસ બેંક-માધાપરના ખાતા નં. 924020015124435 શંકાસ્પદ ખાતું મળી આવ્યું હતું. જેના ખાતાધારક તરીકે કિશોરભાઇ જયંતીભાઇ જેતાણી હોવાનું સામે આવ્યું છે. આ ખાતામાં ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી ઓનલાઇન ફ્રોડની 67 ફરિયાદ થઇ છે. આ બેંક ખાતામાં કુલ્લે રૂા. 1,41,95,084ના શંકાસ્પદ ટ્રાન્જેકશન થયા હતા, જેમાં ઓનલાઇન ફ્રોડની 67 ફરિયાદ કુલ્લે રૂા. 76,54,800 જમા થયા હોવાનું સામે આવ્યું છે. આ 67 ઓનલાઇન ફ્રોડની ફરિયાદોમાં વધુ પડતી ગત તા. 4/12/24થી 7/12/24 સુધી ફરિયાદો થઇ હોવાનું સામે આવ્યું છે. આમ ખાતાધારકે સાયબર ફ્રોડના રૂપિયા સગેવગે કરવા અને કરાવવા સારું બેંકમાં ખાતું ખોલાવી ઓનલાઇન છેતરપિંડી કરવાના ઇરાદાથી ખાતાંનો ઉપયોગ પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે કરી ઠગાઇ કર્યાની ફરિયાદ બેંક ખાતાનંબર-ધારક તથા તપાસમાં જે નીકળે તેની વિરુદ્ધ દાખલ કરાવી છે. પોલીસે છેતરપિંડી-આઇ.ટી. એક્ટ તળે ગુનો દાખલ કરી  તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd