• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

ભુજમાં આધાર-પુરાવા વિનાના વાયર સાથે ચાર શખ્સ ઝડપાયા

ભુજ, તા. 12 : આધાર-પુરાવા વિનાના વાયર સાથે ચાર શખ્સને એલસીબીએ ઝડપી લીધા હતા. ભુજના સીતારા ચોકમાં રહેતા રજબઅલી બરકતઅલી પઠાણ મહિન્દ્રા કંપનીની પીકઅપ ગાડી નં. જીજે-12-સીવી-2583માં એલ્યુમિનિયમ વાયર વજન આશરે 300 કિ.ગ્રા. કિં.રૂા. 1,50,000 ભરીને લઈ જતાં તેની પાસે વાયરના આધાર-પુરાવા ન હોવાથી શક પડતાં મુદ્દામાલ ગાડી કિં. રૂા. પાંચ લાખ સાથે તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત પણ એલસીબીએ આધાર-પુરાવા વગરના એલ્યુમિનિયમના વાયર 350 કિ.ગ્રા. 35000 અને જીતો માલવાહક નં. જીજે-12-બીટી-9385 કિં.રૂા. એક લાખના મુદ્દામાલ સાથે સુલતાન અમર અબડા (રહે. ભાખરિયા, તા. ભુજ), હાફીઝ રઝાક મમણ (રહે. નાના વરનોરા, તા. ભુજ), આસીફ ઉમર અબડા (રહે. ભુજ)ને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd