ગાંધીધામ, તા. 12 : શિણાયના રવેચીધામ-3માં રૂપિયાની માગણી કરીને પતિએ પત્ની અને
માતા-પિતાને માર મારી, મારી નાખવાની
ધમકી આપીને ઘરના સર-સામાનમાં તોડફોડ કરી રૂપિયા બે લાખનું નુકસાન પહોંચાડયું હોવાનો
બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આ બનાવ તા. 11/9ના રાત્રિના 11 વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી ઈલાબા રવિરાજાસિંહ રાણા
શિણાય રવેચીધામ-3, પ્લોટ નંબર
330માં પોતાના ઘરે સાસુ-સસરા અને
સંતાનો સાથે બેઠા હતા. ત્યારે તેમના પતિ આરોપી
રવિરાજસિંહ શરદસિંહ રાણાએ ઘરે આવીને રૂપિયાની માગણી કરીને તેમના માતા-પિતા અને પત્ની
ઇલાબાને માર મારવા લાગ્યા હતા. ધમકી આપીને
ઘરમાં રહેલ ટીવી તથા ફ્રીઝ તેમજ વાશિંગ મશીન અને બારીના કાટ તથા તિજોરીના કાચ ડ્રોઈંગ
ટેબલ અને ઘરમાં રહેલ અન્ય ચીજવસ્તુઓની તોડફોડ કરીને રૂપિયા બે લાખનું નુકસાન પહોંચાડયું
હતું. આ અંગે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.