• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામ : 35 લાખની વાયરચોરીમાં બે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 11 : શહેરના પીજીવીસીએલ એફટીઝેડ પાવરહાઉસના પ્રાંગણમાંથી રૂા. 35 લાખના કન્ડક્ટર વાયરચોરીના બનાવમાં પોલીસે બે શખ્સને પકડી પાડી માત્ર રૂા. 52,000નો વાયર જપ્ત કર્યો હતો. હજુ બે શખ્સ હાથમાં આવ્યા નથી. શહેરના કે.એફ.ટી.ઝેડ. પાવરહાઉસના પ્રાંગણમાં નિશાચરો દીવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા અને અંદરથી રૂા. 35 લાખના 16.667 ટન વાયરની તફડંચી કરી હતી. દરમ્યાન આસપાસના લોકો જાગી જતાં આ શખ્સો નાસી છૂટયા હતા. 16 ટનથી વધુનો માલ લેવા આ શખ્સોએ મોટા વાહનનો ઉપયોગ કર્યો હોવાની આશંકા જે-તે વખતે વ્યક્ત કરાઈ હતી. ગત તા. 29/8ની રાત્રે બનેલા આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને સી.સી.ટી.વી. કેમેરા વગેરેની મદદથી તપાસ હાથ ધરી હતી અને ખારીરોહરના મુસ્તાક ઉર્ફે મુસ્તાક કાસમ સોઢા તથા અંતરજાળના રાજેશ રાજુ દેવીપૂજકને પકડી પાડયા હતા. પકડાયેલા આ બંને શખ્સ પાસેથી 16 ટનમાંથી રૂા. 52,000નો 350 કિલો વાયર જપ્ત કરાયો હતો. આ પ્રકરણમાં હજુ ઉમર કાસમ ચાવડા, સિરાજ પઠાણ હાથમાં આવ્યા નથી. જેને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd