• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

અંજારમાં ગાયએ શિંગડું મારતા વૃદ્ધ ગંભીર ઘાયલ

ગાંધીધામ, તા. 11 : અંજારમાં સચ્ચિદાનંદ મંદિર પાછળ બોડા ફળિયામાં ગાયએ શિંગડુ ભરાવતા વૃદ્ધને પેટમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને સારવાર અર્થે ભુજ લઈ જવાયા હતા. અંજારના બોડા ફળિયામાં રહેનાર ભરત મહાશંકર પંડયા (ઉ.વ. 69) ગતા તા. 10/9ના બપોરે પોતાના ઘર પાસે હતા. દરમ્યાન અચાનક એક ગાયએ પોતાનું શિંગડુ તેમના પેટમાં ભરાવ્યું હતું. જેથી વૃદ્ધને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી તેમને પ્રથમ સ્થાનિકે બાદમાં ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં પ્રતિક મહેન્દ્ર ઠક્કર સારવાર અર્થે લઈ ગયા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીમાં નોંધ કરાઈ હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd