• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામના સેક્ટર 1માં જર્જરિત ઇમારતની છત તૂટી પડી

ગાંધીધામ, તા. 11 : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં 170 થી વધુ ઇમારતો જર્જરીત અવસ્થામાં છે. ખાસ કરીને મુખ્ય માર્ગોને લગો લગની ઇમારતો અત્યંત જોખમી બની ગઈ છે. અને છત માંથી તેમજ બાલ્કની ના ભાગ તૂટી રહ્યા છે. શહેરના સેક્ટર વન એ વિસ્તારમાં જર્જરીત ઇમારતની છત તૂટી પડી છે. બિલ્ડીંગ ખાલી હોવાથી કોઈ ગંભીર અકસ્માત સર્જાયો નથી પરંતુ હજુ પણ આ ઈમારત આસપાસ ની બિલ્ડીંગો માટે જોખમી છે. લાંબા સમયથી આ જર્જરીત ઇમારત ખાલી હતી. ગુરુવારે અચાનક છત તથા પિલર અને અન્ય ભાગો તૂટીને નીચે પડ્યા હતા. સદનસીબે આસપાસમાં કોઈ ન હોવાથી ગંભીર અકસ્માત સર્જાયો નથી.પરંતુ લાંબા સમયથી જર્જરીત ઈમારત ને તોડી પાડવા ની કાર્યવાહી ન થતા અંતે બિલ્ડિગ ધરાશઇ થયું છે. મહાનગરપાલિકા તથા ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરિટી અને સંબંધિત તંત્ર ની ગંભીર બેદરકારી લોકો માટે જીવનું જોખમ ઊભું કરી રહી છે. બાઈકના શોરૂમની બરોબર પાછળના ભાગે આ બિલ્ડીંગ છે. અચાનક ધરાશયી થતા આસપાસમાં દોડધામ થઈ હતી. જો જોતામાં આ ખાલી ઈમારતનો મોટાભાગનો હિસ્સો તૂટી પડ્યો હતો. ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો અને ખાસ કરીને રહેણાંક વિસ્તારમાં ઘણી જર્જરીત ઈમારતો છે ગાંધીધામમાં તો મુખ્ય બજારમાં રોડની  નજીક ઇમારતો જર્જરીત અવસ્થામાં છે તેની ઉપર કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે.  જોડિયા શહેરોના અલગ અલગ વિસ્તારોમાં 170 થી વધુ ઇમારતો જર્જરીત હોવાનું સામે આવી રહ્યું છે અગાઉ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. પરંતુ તોડવા સહિતની કાર્યવાહી હજુ સુધી થઈ નથી તેના કારણે લોકો ઉપર ખતરો ઝળુંબી રહ્યો છે. અગાઉ આદિપુરમાં જર્જરિત ઈમારતનો કાટમાળ પડવાથી બાળકીનું મૃત્યુ થયું હતું. સમાંતરે અલગ અલગ વિસ્તારોમાંથી જર્જરિત ઇમારતમાંથી બાલકની તથા છત તૂટી પડી હોવાના બનાવો સામે આવે છે.  મહાનગરપાલિકા સહિતના વહીવટી તંત્રોએ આ બાબતે સમીક્ષા કરીને નિર્ણય લઈને ભયજનક ઇમારતો સામે કાર્યવાહી કરવી જરૂરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd