ગાંધીધામ/ભુજ, તા. 20 : કચ્છના વિવિધ
માર્ગો અકસ્માતના પગલે રક્તરંજિત બન્યા હતા. આ ગંભીર અકસ્માતોમાં ત્રણના મોત થયા હતા.
રાપરના ગાગોદર નજીક ટ્રક પલટી જતાં આ વાહન નીચે ચગદાઈ જવાથી રાહુલ રામસિંહ લુહાર (ઉ.વ.
22) નામના યુવાનનું મોત થયું હતું
તેમજ મીઠીરોહરથી વરસામેડી જતાં રોડ ઉપર બાઈકને ડમ્પરે હડફેટમાં લેતાં હીરા ભોજા ભરવાડ
(ઉ.વ. 28)એ જીવ ખોયો હતો. જ્યારે માંડવી-મુંદરાના
ધોરી માર્ગે મોટી ખાખરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સામે અજાણ્યા બલ્કરે રિક્ષાને ટક્કર
મારતા યુવાન ચાલક પોપટભાઈ સોલંકીનું ગંભીર ઈજાના પગલે ઘટનાસ્થળે મૃત્યું થયું હતું.
જ્યારે અઢી વર્ષની પુત્રીને માથામાં ગંભીર ઈજા અને પત્નીને સામાન્ય ઈજા થઈ છે.
ગાગોદર નજીક ચામુંડા હોટલ આગળ આડેસર બાજુમાં રોડ ઉપર ગઈકાલે
બપોરે અકસ્માત સર્જાયો હતો. ટ્રક નંબર એન. ઁલ. 01-એ-એચ-8945માં ચાલક
શિવરાજ મેવારામ ગુર્જર અને કલીનર રાહુલ લુહાર મુન્દ્રાથી પાવડર ભરી દિલ્હી જવા નિકળ્યા
હતા. ગાગોદર નજીક ગાયને બચાવવા જતાં આ વાહન રોડ નીચે પલ્ટી ખાઈ ગયું હતું. જેની નીચે
રાહુલ દબાઈ ગયો હતો. આ બન્નેને સારવાર અર્થે લઈ જવાતા કલીનરને મૃત જાહેર કરાયો હતો.
વાહન ચાલક સામે યુવાનના પિતા રામસિંહ સોદાન લુહારે ફરિયાદ નોંધાવી હતી. વધુ એક બનાવ
મીઠીરોહર વરસામેડી જતાં રોડ ઉપર એમ. કે. ટીમ્બર નજીક બન્યો હતો. હીરા ભરવાડ નામનો યુવાન
બાઈક નંબર જી. જે. 24-એ-એન 3715 લઈને જઈ રહ્યો હતો. દરમ્યાન
પાછળથી અજાણ્યા ડમ્બરે આ બાઈકને હડફેટે લેતાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને
સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત નોતરી
નાસી જનારા અજાણ્યા ડમ્પરના ચાલક સામે બાબુ હરી ભરવાડએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ મુળ જામનગર જિલ્લાના હાલે માંડવી-શિરવા માર્ગે મારુતિ
શો રૂમની સામે રહેતા રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો પરિવાર ગઈકાલે સાંજે જામનગર બાજુમાંથી
અન્ય પરિજનોને સાથે લઈ રિક્ષા નં. જી. જે. 03 બીઆઈ 3876વાળી લઈને
પોપટભાઈ સોલંકી ચલાવીને માંડવી તરફ આવી રહ્યા હતા ત્યારે આજે વહેલી સવારે પ.30 વાગ્યાના અરસામાં મોટી ખાખર
(તા. મુંદરા)ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે માર્ગ પર હતા તે વેળાએ સામેથી આવતા અજાણ્યા
બલ્કરે ટક્કર મારતા ચાલક પોપટભાઈ રિક્ષાની બહાર ફંગોળાયા હતા અને અજાણ્યા વાહનના ટાયર
નીચે આવી જતાં ગંભીર ઈજાના પગલે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ફરિયાદી પત્ની
જોશનાબેન (ઉ.વ. 2પ)ને મોઢાના
ભાગે સામાન્ય ઈજા તથા અઢી વર્ષની પુત્રી રવિનાને માથામાં ગંભીર ઈજા થતાં 108 મારફત સારવાર અર્થે હોસ્પિટલ
ખસેડાયા હતા. રિક્ષામાં સવાર અન્ય પરિજનોનો બચાવ થયાનું ફરિયાદમાં જોશનાબેને લખાવ્યું
છે. મુંદરા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તાપસ હાથ ધરી છે.