• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

કોડાય પોલીસે શંકાસ્પદ ઓઈલ ભરેલું ટેન્કર પકડયું

ભુજ, તા. 20 : કોડાય પોલીસે મોટા આસંબિયાથી આશાપુરા પેટ્રોકેમિકલ ઈન્ડસ્ટ્રીઝ ફેકટરી પાસેથી આધાર-પુરાવા વગરનું ટેન્કર નં. જીજે.-12- એ.વાય. -9305 (કિં.રૂા.14 લાખ) ઝડપી પાડયું હતું. 14 લાખના શંકાસ્પદ ઓઈલ અને 15 લાખના ટેન્કર એમ કુલ્લે રૂા.29 લાખના મુદ્દામાલ સાથે આરોપી બાબુલાલ મોબતરામ બિશ્નોઈ (રાજસ્થાન), કુલદીપ જગમોહન રાજાવન (મધ્યપ્રદેશ) અને સુજાન મીરઘા બીનીક મીરઘા (ઓરિસ્સા)ને કોડાય પોલીસે ઝડપીને કાર્યવાહી કરી હતી. કામગીરીમાં કોડાય પી.આઈ. બી. પી. ખારાડી, હે.કોન્સ. વિપુલભાઈ ચૌધરી, ભારાભાઈ ગઢવી, મોહનભાઈ લોઢા તથા કાનજીભાઈ ગઢવી જોડાયા હતા.

Panchang

dd