• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

ગાંધીધામમાં 26 હજારના શરાબ સાથે આરોપીઓ સકંજામાં

ગાંધીધામ, તા. 1 : પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસે ગાંધીધામમાં દુકાનમાંથી  શરાબનો  જથ્થો ઝડપી પાડો હતો. આરોપી  નરેશ ઉર્ફે કારો વાલજીભાઈ મકવાણા પોતાના કબજાની દુકાનોમાં  દારૂ વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી. અહીંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની  145 બોટલ તથા 500 એમએલના બિયર ટીન  નં. 48  કબજે લેવાયાં હતાં. આ કાર્યવાહીમાં આરોપી નરેશ ઉર્ફે કારો તથા વિજય રાજુભાઈ અઠવાલની ધરપકડ કરાઈ હતી તેમજ બે બાળક કાયદાના સંઘર્ષમાં આવ્યાં હતાં. દારૂનો જથ્થો આરોપી નરેશ બોલરો ગાડી નં. જીજે-12-એફબી-3133માં લાવ્યો હોવાનું ફરિયાદમાં વર્ણવામાં આવ્યુ હતું. પોલીસે ચાર લાખનું વાહન કબજે કર્યું હતું. ફરાર  આરોપી  વિનોદ કોળીને પકડી પાડવા ચક્રો ગતિમાન  કરાયાં છે. 

Panchang

dd