• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

ચોપડવામાં સામાન્ય બાબતે ચાર જણનો યુવાન ઉપર હુમલો

ગાંધીધામ, તા. 1 : ભચાઉ તાલુકા ચોપડવામાં ઉછીનાં નાણાં મુદ્દે ચાર જણે ધોકા અને ધારિયા વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો. મારામારીના આ બનાવ અંગે મહાવીર હરઘોરભાઈ સંઘારે આરોપી  ડેવિડ રાયધણ મણકા, પાજી નામનો અજાણ્યો શખ્સ તથા અન્ય બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીએ પોતાના  કૌટુંબિક  ભાઈ આરોપી ડેવિડ પાસેથી  ઉછીનાં નાણાં લીધા હતાં. નાણાં પરત આપવાની ચર્ચા  મુદ્દે ફરિયાદી આરોપીના ઘરે ગયા હતા. દરમ્યાન ઉશ્કેરાયેલા આરોપીઓએ  ધારિયા અને લોખંડના પાઈપ   સહિતના  હથિયાર વડે હુમલો કર્યો હતો, જેમાં  યુવાનને અસ્થિભંગ  સહિતની ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે વિધિવત રીતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.   

Panchang

dd