ગાંધીધામ, તા. 8 : સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર
શાંતિ ભંગ કરવા અને ઉશ્કેરણીજનક પોસ્ટ કરવા બદલ કંડલા મરીન પોલીસે એક શખ્સ સામે કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે. કંડલા પોલીસે બે જુદી-જુદી ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. વાપરતા દાઉદ
સુમાર સાયચા સામે ગુનો નોંધ્યો હતો. આ શખ્સે ઈન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પર કોમીએકતા
ભંગ અને જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવાના ઈરાદે બે કોમ વચ્ચે વૈમનસ્ય, દુશ્મનાવટ ફેલાય તથા સરકારની કામગીરી વિરુદ્ધ
દ્વેષભાવ ઉત્પન્ન કરી સમાજને ગેરમાર્ગે દોરવાના ઈરાદે ઉશ્કેરણીજનક કોમેન્ટ કરી હતી.
તેની સામે ફરિયાદ નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.