• ગુરુવાર, 09 જુલાઈ, 2026

10 તાલુકામાં 40 ધાર્મિક, 91 વાણિજ્યિક સહિત 154 દબાણ ખાસ ઝુંબેશમાં હટાવાયાં : સૌથી વધુ ભુજમાં 51 દબાણ દૂર કરાયાં

ભુજ, તા. 8 : કચ્છમાં દબાણકારો સામે તંત્રની આકરી તવાઈ જારી રહી છે. જિલ્લામાં ખાસ ઝુંબેશરૂપે હાથ ધરાયેલી કામગીરીમાં 10 તાલુકામાં 154 ગેરકાયદે દબાણો દૂર કરી 2,37,827 ચો.મી. સરકારી જમીનને દબાણમુક્ત કરી 17.86 કરોડની કિંમતી જમીનને ખુલ્લી કરવામાં આવી છે.જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહી પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, પ્રાંત અધિકારીઓ તથા વિવિધ તાલુકાના મામલતદારો દ્વારા સંયુક્ત રીતે ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશરૂપ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ દૂર કરાયેલા કુલ 154 દબાણોમાં 40 ધાર્મિક, 91 વાણિજ્યિક તથા 23 અન્ય પ્રકારનાં દબાણોનો સમાવેશ થાય છે. તાલુકાવાર કામગીરીમાં ભુજ તાલુકામાં સૌથી વધુ 51 દબાણો દૂર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત નખત્રાણા તાલુકામાં 25, અંજાર તાલુકામાં 16, લખપત અને માંડવી તાલુકામાં 13-13, મુંદરા અને અબડાસા તાલુકામાં 9-9, ગાંધીધામ તાલુકામાં 8, રાપર તાલુકામાં 6 અને ભચાઉ તાલુકામાં 4 દબાણો દૂર કરીને નોંધપાત્ર જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે.  કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારી જમીન અને જાહેર મિલકતોનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે ગેરકાયદેસર દબાણો સામેની કામગીરી આગામી સમયમાં પણ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે તેવું કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા જણાવાયું છે. - આ ગામોમાં દબાણો હટાવાયાં : લખપત, દોલપતર - રાપર, ચિત્રોડ - રાપર, બેલા - અબડાસા, જખૌ - ભુજ, લુડિયા - ભુજ, નાના વરનોરા - નખત્રાણા , કોટડા (જડોદર) - નખત્રાણા, જતાવીરા - અંજાર, મેઘપર બોરીચી - ગાંધીધામ, ભારાપર - ગાંધીધામ, મીઠીરોહર - મુંદરા, સમાઘોઘા - મુંદરા, શિરાચા - મુંદરા, ધ્રબ - મુંદરા, મોટી ભુજપુર - માંડવી, મસ્કા - માંડવી, વાંઢ - ભુજ, ધ્રોબાણા - ભુજ, કુરન - ભુજ, ખાવડા 

Panchang

dd