ગાંધીધામ/ભુજ, તા. 19 : ભચાઉ તાલુકાના ચોબારી ગામની સંચાઉ સીમમાં પોલીસે દરોડો પાડીને જુગાર રમતા ચાર શખ્સને ઝડપી પાડ્યા હતા, જ્યારે ચાર પલાયન થઇ ગયા હતા. લખપતના ધારેશીમાં જુગાર રમતા છ ખેલી ઝડપાયા હતા. ભચાઉ પોલીસના સત્તવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ મંગળવારે સાંજે આ તવાઇ વર્તાવાઇ હતી. જયરામ વેલા પુંજાણી (આહીર) રહે. મોમાય મોરા, ચોબારીની સીમમાં આવેલા ખેતરમાં ઓરડીની બહાર અમુક શખ્સો તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. પોલીસે છાપો મારીને આરોપી સંદીપગિરિ પ્રવિણગિરિ ગોસ્વામી રહે કડોલ, ઘનશ્યામ ગોવિંદભાઇ આહીર (ચાવડા) રહે એકલનગર, ચોબારી, નરેશ ભીખાભાઇ કોલી રહે. કડોલ, શામજી રણમલ ઢીલા (આહીર) રહે ઘનશ્યાનગર, ચોબારીની અટક કરી લેવાઇ હતી, પરંતુ ડાયા હરિ ઢીલા રહે ઘનશ્યામનગર, ચોબારી, જયરામ વેલા પુંજાણી (આહીર) રહે મોમાયમોરા, ચોબારી, વાલા મોમાયા આહીર રહે કબીરનગર, ચોબારી અને વિષ્ણુ ઉર્ફે ખેંગા આહીર મૂળ કણખોલ, હાલે રહે કબીરનગર, ચોબારી જેઓ પલાયન થઇ ગયા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડા રૂપિયા 54,700, મોબાઇલ ફોન નંગ 3, બે મોટર સાયકલ વગેરે મળી કુલ્લ રૂા. 1,39,700નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. લખપત તાલુકાના ધારેશી ગામની આથમણી સીમમાં પાટિયાળી તળાવની પાસે આવેલી બાવળની ઝાડીઓમાં ગઇકાલે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા છ?ખેલીને પોલીસે ઝડપી લીધા હતા. જુગાર રમતા ઉમર ઓસમાણ ખલીફા, નાથા ગાભા મહેશ્વરી, પ્રેમજી ફકીરા કોલી (રહે. તમામ ઘડુલી), હીરજી સુજા હરિજન, કરમશી સાલે કોલી (રહે. બંને ફુલરા) અને ધનજી આચાર ભીમાણી (પુનરાજપર)ને રોકડા રૂા. 10,350 અને સાત મોબાઇલ કિં. રૂા. 12,500 તથા ચાર મોટરસાઇકલ કિં. રૂા. 33,000 એમ કુલે રૂા. 55,850ના મુદ્દામાલ સાથે દયાપર પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી.