• ગુરુવાર, 29 જાન્યુઆરી, 2026

ચુડવામાં પત્ની સાથે ઝઘડા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું

ગાંધીધામ, તા. 28 : તાલુકાના ચુડવા સીમમાં પ્લોટમાં રહેતા અખિલેશ જયાહીર કુશવાહા (ઉ.વ. 20)એ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ચુડવા સીમમાં આરીફભાઈના પ્લોટમાં રહેનાર પરપ્રાંતીય એવો અખિલેશ પોતાના રૂમ ઉપર હતો, દરમ્યાન ગત તા. 26/1ના રાત્રે પોતાની પત્ની સાથે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો, જેમાં તેને લાગી આવતાં આ યુવાને ગળેફાંસો ખાઈ પોતાના જીવનનો અંત આણ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd