• મંગળવાર, 25 જૂન, 2024

બારોઇમાં એક કરોડની કિંમતી જમીન પરનું દબાણ હટાવાયું

મુંદરા, તા. 19 : મુંદરાના બારોઇ વિસ્તારમાં રૂા. એક કરોડથી વધુ કિંતમની મોકાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરી કરવામાં આવેલાં દબાણ સામે જે.સી.બી. ફરી વળ્યું હતું. નગરપાલિકાની હદમાં આવતા વિસ્તારમાં પેશકદમી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકામાં ખોટી રીતે ઠરાવ કરી આકારણી રજિસ્ટરમાં મિલકતો દાખલ કરી ડી.એલ.આર.આઇ.ની માપણી સીટમાં ત્રણ?નંબરો બેસાડી 2500 ચો.મી. પર દબાણ કરાયું હોવાનું બહાર આવ્યું હતું. નાયબ કલેક્ટર સી.કે. મિસણનાં માર્ગદર્શન હેઠળ મામલતદાર એચ. કે. કટારા, દબાણ નાયબ મામલતદાર એલ. કે. ગઢવીએ જમીન પચાવી પાડવાના અધિનિયમ હેઠળ તોશિફ મહોમદ મંધરા, મહોમદ જુબેર મંધરા, મહોમદ સલીમ હાસમ મંધરા, સુલતાન હાસમ મંધરા તથા આમદ ઇશા મંધરા દ્વારા કરાયેલું ગેરકાયદે દબાણ તોડી પાડી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ 2504 ચો.મી. જગ્યાની જંત્રીના ભાવ પ્રમાણે રૂા. 1,11,47,250ની કિંમત આંકવામાં આવી હતી. આ તમામ જમીનનો કબજો સરકાર હસ્તક લઇ લેવામાં આવ્યો હતો. નગરપાલિકાના રાજુભા મોડ, જયદેવસિંહ વાઘેલા કામગીરીમાં જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang