• સોમવાર, 22 ડિસેમ્બર, 2025

માધાપરનાં મકાનમાં ધમધમતા જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી

ભુજ, તા. 21 : માધાપર નવાવાસના સમાજનગરના રહેણાક મકાનમાં ધમધમતા જુગારના અડ્ડા ઉપર ગઈકાલે પોલીસે દરોડો પાડી પાંચ મહિલા સહિત આઠ ખેલીને ઝડપી લીધા હતા. આ અંગે માધાપર પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ ગઈકાલે પોલીસને બાતમી મળી હતી કે, નવાવાસના સમાજનગરમાં રહેતા ચેતનભાઈ ચૂનીલાલ દરજીના રહેણાક મકાનની અંદર બહારથી ખેલીઓ બોલાવી જુગાર રમાડાય છે. આ બાતમીનાં પગલે રાતે દરોડા પાડતાં તીનપત્તીનો જુગાર રમતા ચેતનભાઈ ઉપરાંત તેમના પત્ની રોશનબેન  તેમજ દિનેશપુરી શંકરપુરી ગોસ્વામી, દેવશી કુંવરજીભાઈ હીરાણી, પૂનમબેન કલ્યાણજીભાઈ રાજગોર, રીનાબેન ભાવેશભાઈ રાઠોડ, નીતાબેન દિનેશપુરી ગોસ્વામી (રહે. તમામ માધાપર) તથા હેમાંગીબન અજિતભાઈ પંડયા (રહે. ભુજ)ને રોકડ રૂા. 64450, નવ મોબાઈલ કિં. રૂા. 65500 તથા પાંચ ટુ-વ્હીલર્સ કિં. રૂા. 1.50 લાખ એમ કુલ્લે રૂા. 2,79,950ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.

Panchang

dd