નવી દિલ્હી, તા. 21 : હિન્દુ યુવક દીપુચંદ્ર દાસની નિર્મમ
હત્યાથી ભારોભાર આક્રોશ ફેલાયો છે,
ત્યારે આ મામલે ભારત અને બાંગલાદેશ વચ્ચે ભીષણ ઘર્ષણ શરૂ થયું હતું.
ભારતે રવિવારે બાંગલાદેશના ઉચ્ચાયુક્તને બોલાવી, લઘુમતી હિન્દુ
પર થઇ રહેલા અત્યાચાર સામે મજબૂત વિરોધ ઉઠાવ્યો હતો. બીજી તરફ બાંગલાદેશે નવી
દિલ્હીમાં પોતાના ઉચ્ચાયોગ બહાર હિન્દુ દેખાવકારોનાં પ્રદર્શનના અહેવાલોને ભ્રામક
ગણાવતી ભારતીય વિદેશ મંત્રાલયની ટિપ્પણીને નકારી દીધી હતી. ભારતનાં વિદેશ
મંત્રાલયે રવિવારે હિન્દુ યુવકની હત્યાના મુદ્દા પર પહેલીવાર સત્તાવાર નિવેદન
આપતાં બાંગલાદેશમાં લઘુમતી સમુદાયની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી હતી. દાસના
હત્યારાઓને કડક સજાની માંગ પણ ભારતે કરી હતી. બાંગલાદેશની રખેવાળ સરકારના વિદેશ
મંત્રાલયના સલાહકાર તોહિદ હુશેને સવાલ કર્યો હતો કે, દિલ્હીમાં
ઉચ્ચ સુરક્ષાવાળા રાજદ્વારી પરિસરની નજીક
દેખાવકારોને પહોંચવા જ કેમ દેવાયા. દરમ્યાન, તાણની પરિસ્થિતિ
વચ્ચે ભારતે ચટગાંવ સ્થિત વિઝા અરજી કેન્દ્રમાં વિઝા સેવાઓ રોકી દીધી હતી. ભારત
અને બાંગલાદેશ વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારત -બાંગલાદેશ ઉચ્ચાયોગ બહાર પ્રદર્શનના
કથિત અહેવાલો મુદ્દે વિદેશ મંત્રાલય દ્વારા સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી હતી. વિદેશ
મંત્રાલયે કહ્યુyં હતું કે, બાંગલાદેશ સ્થિત અમુક
મીડિયા સંસ્થાન ભ્રામક પ્રચાર કરી રહ્યા છે અને 20મી
ડિસેમ્બરે બાંગલાદેશ હાઈકમિશન બહાર કોઈપણ પ્રકારનું સુરક્ષા સંકટ પેદા થયું
નહોતું. ભારત દ્વારા બાંગલાદેશની સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. દરમ્યાન, ભારતે બાંગલાદેશ
હાઇકમિશનરને બોલાવી લઘુમતીઓ પર અત્યાચાર મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત
ઢાકામાં ભારતીય દૂતાવાસ પાસે સુરક્ષાની નબળી પરિસ્થિતિને લઇને પણ ધ્યાન દોરવામાં
આવ્યું હતું. બીજી તરફ બાંગલાદેશમાં તણાવના માહોલ વચ્ચે ચટગાંવ સ્થિત વિઝા આવેદન
કેન્દ્રમાં વિઝા સેવાઓ આગામી નોટિસ સુધી અનિશ્ચિતકાળ માટે રદ કરવામાં આવી છે. આ
ઉપરાંત હિંદુ યુવાનની હત્યા મામલે બાંગલાદેશી અધિકારીઓઁએ કહ્યું છે કે મૃતક દ્વારા
ઈશનિંદા કરવામાં આવી હોય તેવા પુરાવા મળી આવ્યા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા
રણધીર જયસ્વાલે મીડિયાના સવાલોના જવાબ આપતાં કહ્યું હતું કે, 20મી
ડિસેમ્બરે 20-25 યુવાનનો એક નાનો સમૂહ બાંગલાદેશ હાઈકમિશન
સામે એકત્રિત થયો હતો. આ લોકો બાંગલાદેશમાં હિંદુ યુવક દીપુચંદ્ર દાસની હત્યાના
વિરોધમાં નારેબાજી કરી રહ્યા હતા અને સાથે બાંગલાદેશમાં અલ્પસંખ્યકોની સુરક્ષાની
માગણી કરી રહ્યા હતા. આ દરમિયાન કોઈપણ અશાંતિ સર્જાય તેવી ઘટના બની નહોતી. બાદમાં
તૈનાત પોલીસે થોડા સમયમાં જ સમૂહને શાંતિપૂર્વક હટાવી દીધા હતા. આ ઘટનાનાં દૃશ્ય
સાર્વજનિક રીતે ઉપલબ્ધ છે. જો કે,
બાંગલાદેશના અમુક મીડિયાએ બનાવને વધારીને રજૂ કર્યો છે. આ સાથે
વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે, બાંગલાદેશની
સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ બાંગલાદેશમાં તણાવના માહોલ
વચ્ચે ચટગાંવ સ્થિત વિઝા આવેદન કેન્દ્રમાં વિઝા સેવાઓ આગામી નોટિસ સુધી
અનિશ્ચિતકાળ માટે રદ કરવામાં આવી છે. આ નિર્ણય રવિવારથી જ પ્રભાવી કરવામાં આવ્યો
છે.