ગઢશીશા, તા. 22 : માંડવી તાલુકાના અજાપર સીમમાં
ખેતમજૂરી કરી જીવનનિર્વાહ કરતા શ્રમિક મોહન મોતી નાયકની કોહવાયેલી લાશ મળતાં ચકચાર
પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી
છે. બીજી બાજુ ગઢશીશામાં 28 વર્ષીય સાલુ અર્જુનસિંહ રાજપૂતે
અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. સિંધપુર (તા. હાલોલ-જિ. પંચમહાલ)ના
વતની યુવકનો કોહવાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે
હતભાગી યુવાનનું મોત પ્રાપ્ત વિગત મુજબ 4થી 5 દિવસ પૂર્વે
થયાનું અનુમાન છે. મૃત્યુ કયાં કારણોસર થયું છે તે જાણવા તપાસ હાથ ધરી
છે. બનાવની જાણ થતાં ગઢશીશા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ જે.જે. રાણાએ સ્ટાફ સાથે ઘટનાસ્થળે જઈને તપાસ હાથ
ધરી હતી. મૃતદેહને ગઢશીશા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં
આવ્યો છે. પી.એમ. રિપોર્ટ બાદ બનાવ પાછળનું સાચું કારણ બહાર આવશે. પોલીસે હાલ અકસ્માત
મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઢશીશામાં
જીએમડીસી કોલોનીમાં અકસ્માત મોતનો બનાવ આજે બપોરે 2.45 વાગ્યાના અરસામાં બન્યો હતો.
હતભાગી મહિલાએ પોતાના ઘરે અગમ્ય કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું હતું. તેણીના લગ્ન ચાર મહિના પૂર્વે જ થયા હોવાનું પોલીસે કહ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.