• શનિવાર, 23 મે, 2026

નલિયામાં શખ્સે પરિણીતાની છેડતી કરી

ગાંધીધામ, તા. 22 : નલિયામાં શખ્સે પરિણીતાની છેડતી કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 5ના સાંજે 7.30 વાગ્યાના અરસામાં શ્રી હરિ નગર જખૌ ત્રણરસ્તા પાસે બન્યો હતો. આરોપી શ્રવણસિંઘે  જાહેર રસ્તા ઉપર ભોગ બનનાર પરિણીતાને જોઈને અશ્લીલ હરકત કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

Panchang

dd