નલિયા, તા. 22 : અબડાસા તાલુકાનાં લઠેડી સીમમાં
ખારો વિસ્તારમાં ઢલુરાઇ તળાવ પાસે તાજુ જન્મેલું એક બાળક ત્યજેલી હાલતમાં મળી આવ્યું
હતું. તાત્કાલિક બાળકને નલિયા સીએચસી ખસેડવામાં આવ્યું હતું, જ્યાં ફરજ પરના તબીબે
તેને મૃત જાહેર કર્યું હતું. વધુ તપાસ માટે મૃતદેહને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ મોકલાયો
છે. કોઠારા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.