• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

778 આરોપીને ગુના ન કરવાની શીખ

ગાંધીધામ, તા. 18 : પૂર્વ કચ્છમાં જુદા જુદા પ્રકારના ગુનાઓને ડામવા માટે પોલીસ તમામ મોરચે સક્રિય થઇ છે ત્યારે અગાઉ જુદા-જુદા પ્રકારના ગુનાઓમાં આવી ચૂકેલા 778 જેટલા આરોપીને એકીસાથે બાલાવી તેમને આગામી સમયમાં કોઇપણ પ્રકારના ગુના ન કરવા શીખ આપવામાં આવી હતી. પૂર્વ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસવડા સાગર બાગમારનાં માર્ગદર્શન હેઠળ પોલીસ સક્રિય થઇ?છે. જુદા જુદા પ્રકારના ગુનાઓને ડામવા જુદી જુદ રીતે પ્રયત્નો કરાય છે. લોકોનાં સૂચનો પણ?મેળવાય છે ત્યારે આવા જુદા-જુદા ગુનામાં આવી ચૂકેલા આરોપીઓને એકીસાથે બોલાવીને પોલીસે નવતર પ્રકારનો ચીલો પાડયો હતો. પૂર્વ કચ્છ પોલીસવડાની કચેરીએ મિલકત સંબંધી ગુનાઓમાં આવી ગયેલા 100, હત્યા-હત્યાની કોશિશના પ્રકરણમાં આવી ગયેલા 297, લૂંટ-ધાડના ગુનામાં આવી ગયેલા 30, હિસ્ટ્રીશીટર 55 તથા એમ.સી.આર. કાર્ડવાળા 296 એમ કુલ 778 લોકો ઉપસ્થિત રહ્યા હતા. હાજર રહેલા આરોપીઓ આગામી સમયમાં આવા અન્ય કોઇપણ ગુના ન આચરે તે માટે તેમને પોલીસવડાએ શીખ આપી હતી. આવા ગુનાઓથી કુટુંબ, પરિવાર તથા સમાજમાં બદનામી થાય છે તથા બાળકો-પરિવારના સભ્યો ઉપર નકારાત્મક અસર થતી હોવાનું જણાવાયું હતું. આ વેળાએ અમુક લોકોએ માઇક ઉપર હવે ગુનાઓ ન કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી. હાજર રહેલા આરોપીઓ હાલ ક્યાં રહે છે, સંપર્ક નંબર, વ્યવસાય, વાહનો વગેરે તમામ વિગતો પોલીસે મેળવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang